Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દારૂની મહેફિલ પર દરોડા, GRD જવાન સહિત 7 ઝબ્બે

VADODARA : હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, વડોદરા-હાલોલ સર્વિસ રોડને અડીને પડતર જગ્યામાં ઇસમો દ્વારા મોટેથી અવાજ કરવામાં આવે છે
vadodara   દારૂની મહેફિલ પર દરોડા  grd જવાન સહિત 7 ઝબ્બે
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસ મથક વિસ્તારમાં ખુલ્લામાં દારૂની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા છે. આ દરોડામાં જીઆરડી જવાન સહિત 7 ઇસમો દારૂ ઢીંચેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જરોદ પોલીસ મથકમાં 7 સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ દારૂનો જથ્થો પુરો પાડનાદ બુટલેગરનો પણ પકડી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. (POLICE NABBED DRUNK GRD JAWAN ALONG WITH OTHERS IN JAROD - VADODARA)

કેટલાક ઇસમો કુંડાળુ વળીને બેઠા હતા

જરોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, વડોદરા-હાલોલ સર્વિસ રોડને અડીને પડતર જગ્યામાં કેટલાક ઇસમો દ્વારા મોટે મોટેથી અવાજ કરવામાં આવે છે. જેથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં જઇને જોતા કેટલાક ઇસમો કુંડાળુ વળીને બેઠા હતા. અને તેમની વચ્ચે દારૂ અને પાણીની બોટલ તથા બીયરના ટીમ મુક્યા હતા. ટીમે બે પંચને સાથે રાખીને રેડ કરી હતી.

Advertisement

કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

આ રેડમાં જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઇ ચૌહાણ (રહે. અભરામપુરા, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય), પંકજકુમાર ભીખાભાઇ પરમાર (રહે. પાદરા), અર્પિત સુરેશભાઇ સોલંકી (રહે. માંજલપુર, વડોદરા), રવિન્દ્રસિંહ સુરેશસિંહ પઢીયાર (રહે. રહે. પાદરા), કિશનસિંહ દોલતસિંહ જાદવ (રહે. પાદરા), કરણસિંહ અજબસિંહ પરમાર (રહે. પાદરા), વિજયસિંહ કાલીદાસ રાઠોડિયા (રહે. આસોજ, વાઘોડિયા) ની ધરપકડ કરી છે. તમામ પાસેથી મોબાઇલ, વાહન, રોકડા મળીને કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામમાંથી ચિક્કાર વાસ આવતી હતી. અને તેમની પાસેથી દારૂ પીવા અંગેનું કોઇ પરમિટ માંગતા તેઓ આપી શક્યા ન્હતા.

Advertisement

વિજય ઉર્ફે ચાઇનો કાલીદાસ રાઠોડિયા પાસેથી જથ્થો મેળવ્યો

જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઇ ચૌહાણને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમ પુછતા તેણે વિજય ઉર્ફે ચાઇનો કાલીદાસ રાઠોડિયા (રહે. આસોજ) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જીઆરડી જવાન સિવાય મહેફિલમાં મળી આવેલા શખ્સો નોકરી, ડીજે - સાઉન્ડ, ફોટો ગ્રાફરના વ્યવસાય જોડે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો ---VADODARA : અગાઉ 70 ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગરના ઘરેથી જુગારધામ ઝડપાયું

Tags :
Advertisement

.

×