Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રાતના અંધારામાં ગાય જોડે અડપલાં કરતો આધેડ ઝડપાયો

VADODARA : ગૌ પાલકને પરિચિત દ્વારા ફોન કરીને ગાય જોડે આધેડ અડપલાં કરી રહ્યો હોવા અંગે જાણ કરી હતી. ઘટના બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા
vadodara   રાતના અંધારામાં ગાય જોડે અડપલાં કરતો આધેડ ઝડપાયો
Advertisement

VADODARA : વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ નજીક અંધારી રાત્રે આધેડને ગાયને અડપલાં (MISBEHAVE WITH COW) કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર વિરૂદ્ધ ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION - VADODARA) માં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના સમયે એનિમલ એક્ટિવિસ્ટ આવી જતા આધેડના કૃત્યને રોકીને તેની અટકાયત કરવામાં સફળતા મળી હતી. આ પ્રકારે ઘટનાને બીજી વખત અંજામ આપ્યો હોવાનું રટણ આધેડ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

6 ગાયો પૈકીની એક છુટી ગઇ હતી

તાજેતરમાં મોડી રાત્રે ગૌ પાલકને તેના પરિચિત દ્વારા ફોન કરીને તેની ગાય જોડે આધેડ અડપલાં કરી રહ્યો હોવા અંગે જાણ કરી હતી. ઘટના બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન એક આધેડ રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને અડપલાં કરી રહ્યો હોવાનું તેમની નજરે પડ્યું હતું. ગૌ પાલક પાસે 6 ગાયો છે, તે પૈકીની એક છુટી ગઇ હોવાથી તેઓ તેની શોધખોળ કરી રહ્યા હતા. બાદમાં આ ઘટના તેમના ધ્યાને આવી હતી. ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા.

Advertisement

માનસિક અસ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે

ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા લોકો એકત્ર થઇ ગયા હતા. અને બાદમાં ખોટું કૃત્ય કરનાર આધેડને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના બાદ પશુપાલકે ગાયનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે. જેને રિપોર્ટ તે પોલીસને સોંપનાર હોવાનું જણાવ્યું છે. ઘટનામાં ગોરવા પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું કે, 46 વર્ષિય આધેડે ગાય જોડે અડપલાં કર્યાનો આરોપ સામે આવ્યો છે. તે માનસિક અસ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બિનવારસી ટ્રકમાંથી 270 કિલો ગાંજો જપ્ત કરતી પોલીસ

Tags :
Advertisement

.

×