Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હોટલમાં ચાલતી મહેફિલ પર રેડ, અડધો ડઝન આરોપી ઝબ્બે

VADODARA : પેટ્રોલીંગ ટીમ શાસ્ત્રીબાગ પાસે આવતા બાતમી મળી કે, મહંમદ તળાવ સામે તોરણા હોટલમાં 6 ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે.
vadodara   હોટલમાં ચાલતી મહેફિલ પર રેડ  અડધો ડઝન આરોપી ઝબ્બે
Advertisement

VADODARA : વડોદરામાં દારૂબંધીની કડક અમલવારી માટે વિવધ પોલીસ મથકની ટીમો પેટ્રોલીંગમાં રહે છે. દરમિયાન ગતરોજ પાણીગેટ પોલીસ મથકમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં બાતમી મળી કે, હોટલ તોરણામાં દારૂની પાર્ટી ચાલી રહી છે. જે બાદ ટીમે ત્યાં જઇને રેડ કરી હતી. જેમાં હોટલના માલિક સહિત અડધો ડઝન આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. તમામ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. (PANIGATE POLICE CAUGHT HOTEL OWNER ALONG WITH OTHERS IN PROHIBITION RAID - VADODARA POLICE)

આ મામલે બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન શાસ્ત્રીબાગ ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી કે, મહંમદ તળાવ સામે તોરણા હોટલમાં 6 જેટલા ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. ત્યાર બાદ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જેમાં દારૂની મહેફિલ મળી આવી હતી. આ કાર્યવાહીમાં પાણીગેટ પોલીસે પોલીસે હોટલના સંચાલક નારાયણ બાબુરાવ ઢંઢમોરે સહિત કુલ 6 આરોપીને દબોચી લીધા છે. જ્યારે આ મામલે બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં દારૂની બોટલો મળીને કુલ રૂ. 150 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Advertisement

ઉપરોક્ત કાર્યવાહીમાં પકડાયેલા આરોપીના નામ

  1. નારાયણ બાબુરાવ ઢંમઢેરે (રહે. તોરણા હોટલ, બીજો માળ, પાણીગેટ, વડોદરા)
  2. મેહુલ નરેશભાઇ જોષી (રહે. વૈષ્ણવી દેવી સોસાયટી, માંજલપુર, વડોદરા)
  3. જીગર રાજેશરાવ કાબળે (રહે. ગણાધીશ સોસાયટી, પોમલી ફળિયા, વાડી, વડોદરા)
  4. પ્રશાંત હર્ષદભાઇ ધુમાળ (રહે. દેવનો ખાંચો, વાડી, વડોદરા)
  5. હિમાંશુ અનીલભાઇ જોષી (રહે. કોર્ટીયાર્ક નગર, શાસ્ત્રીબાગ પાસે, વડોદરા)
  6. રોહીત મનોહરભાઇ ધુમાળ (રહે. દેવનો ખાંચો, વાડી, વડોદરા)

વોન્ટેડ આરોપીના નામ

  1. ધર્મેશ માળી (રહે. માળી મહોલ્લો, શાસ્ત્રીબાગ, વડોદરા)
  2. અભય યાદવ (રહે. વાડી, વડોદરા)

આ પણ વાંચો --- VADODARA : ઝડપખોરોને ડામવા માટે પોલીસે ડિજીટલ બંદુક તાકી

Advertisement

Tags :
Advertisement

.

×