Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લાયસન્સ વગર ફટાકડા વેચતા ચાર વેપારીઓ સામે ફરિયાદ

VADODARA : 50 જેટલી જગ્યાઓએ ફટાકડા વેચવાનું લાયસન્સ, ફાયર એનઓસી, પોલીસ અભિપ્રાય અને ફાયર ઓડિટની માહિતી મેળવવામાં આવી
vadodara   લાયસન્સ વગર ફટાકડા વેચતા ચાર વેપારીઓ સામે ફરિયાદ
Advertisement

VADODARA : બનાસકાંઠાન ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફટાકડાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર-જિલ્લામાં પણ આ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ગતરોજ કરવામાં આવેલા કાર્યવાહી અંતર્ગત મંજુરી વગર ફટાકડા રાખતા કરજણના ચાર વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે ગેરકાયદેસર ફટાકડાનો ધંધો કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્પાયી જવા પામી છે. આગામી દિવસોમાં પણ ફટાકડાને લઇને ચેકીંગની કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (FOUR CRACKER TRADERS BOOKED FOR HAVING NO LICENCE - VADODARA, DISTRICT)

કુલ રૂ. 2.84 લાખની કિંમતના ફટાકડા મળી આવ્યા

વડોદરા શહેર-જિલ્લામાં ફટાકડા વેચતા વેપારીઓ તથા તેના સંગ્રહ સ્થાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગ દરમિયાન કરજણના ધાવટના સદ્દામ કાસમભાઇ ખોખર, નવાબજારના સુરેશ શિવલાલ ઠક્કર, નવા બજારના સંજય લાલજીભાઇ પરમાર અને જુના બજારના સુરેશ રમણ પ્રજાપતિ સામે ફટાકડાનો ગેરકાયદેસર જથ્થો રાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે તમામ પાસેથી કુલ રૂ. 2.84 લાખની કિંમતના ફટાકડા મળી આવ્યા હતા.

Advertisement

પાદરા અને વડુંની 6 દુકાનોમાં ફાયર ઓડિટ કરાયું નહીં હોવાનું સામે આવ્યું

વડોદરા જિલ્લામાં પોલીસ અને વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા 50 જેટલી જગ્યાઓએ તપાસ કરી હતી. જેમાં વેપારી પાસે ફટાકડા વેચવાનું લાયસન્સ, ફાયર એનઓસી, પોલીસ અભિપ્રાય અને ફાયર ઓડિટની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં ચાર જેટલા વેપારીઓ દ્વારા નિયમોને નેવે મુકીને ફટાકડા રાખ્યા હોવાનું મળી આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ પાદરા અને વડુંની 6 દુકાનોમાં ફાયર ઓડિટ કરાયું નહીં હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત કેટલાક વેપારીઓ પોલીસ અભિપ્રાય અને ફાયર એનઓસી જેવા મહત્વના કાગળિયા રજુ કરી શક્યા ન્હતા. જેને સત્વરે રજુ કરવા જણાવાયું છે.

Advertisement

એક વ્યક્તિના નામે અનેક પરવાના

આ સાથે વરણામાની હદમાં આવતા દિવાળીપુરા ગામે ફટાકડાના ધંધા મ્ટે રેમ્બો ક્રેકર્સના મહંમદ નઇમ અને મહંમદ સિદ્દિક કાપડવાલાના નામે 20 લાયસન્સ હોવાનું સામે આવ્યું છે. આ સાથે આઇબી ટ્રેડિંગના મહંમહ સોહેબ, અબ્દુલક્યુમ ગોલાવાલા પાસે ત્રણ, અનીલ વસંતરાવ સાવંત પાસે ત્રણ અને સંતોષ અનિલ સાવંત પાસે 6 લાયસન્સ હોવાનું સામે આવ્યું છે. આ વિગતો સપાટી પર આવતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

આ પણ વાંચો --- VADODARA : સ્લોટર હાઉસમાંથી બારોબાર પશુનું માંસ-ચામડું વેચવાનું કૌભાંડ ખુલ્યું

Tags :
Advertisement

.

×