Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડુંગળીની ગુણો હટાવતા જ દારૂની પેટીઓ મળી આવી

VADODARA : હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ ગજાભાઇ અને કોન્સ્ટેબલ હર્ષકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસર ભરુચ તરફથી આવે છે
vadodara   ડુંગળીની ગુણો હટાવતા જ દારૂની પેટીઓ મળી આવી
Advertisement

VADODARA : મહારાષ્ટ્રથી ડુંગળીની ગુણોની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતો 6.84 લાખનો ભારતીય બનાવટનો દારૂ ભરેલા આઇસર ટેમ્પાને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરથાણા ગામની સીમમાંથી ઝડપી પાડી રૂ. 12.14 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. (VADODARA RURAL LCB CAUGHT ILLEGAL LIQUOR FROM ONION CARRYING TEMPO)

દારૂ અંગે સંયુક્ત બાતમી મળી હતી

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર દારૂબંધીની અસરકારક કામગીરી કરવા LCB PI તરફથી આપવામાં આવેલી સુચનાને પગલે ટીમ કરજણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ ગજાભાઇ અને કોન્સ્ટેબલ હર્ષકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસર ભરુચ તરફથી આવે છે અને તેમા દારૂ ભરેલો છે.

Advertisement

દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વોન્ટેડ જાહેર

જેને પગલે સ્ટાફ સાથે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસરને આંતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 ગુણોની પાછળ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ અને બીયરની 165 પેટી મળી આવી હતી. રૂ. 6.84 લાખની કિંમતની 6,838 બોટલો અને ટીન કબ્જે કરી રાજસ્થાનના રાજસમદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસીંગ મનોહરસીંગ રાવતની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રના પીપલનેટ ખાતે રહેતા રાજુ નામના વ્યકિતએ ભરાવી આપ્યો હતો અને વડોદરા સયાજીપુરા શાકમાર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : 'વો મેરે દિલ-દિમાગ સે નીકલતા નહીં હૈ', પરિણીતાનું રટણ

Tags :
Advertisement

.

×