VADODARA : ગુજસીટોકના આરોપી સિકલીગર ગેંગના સાગરીતોને જુદી-જુદી જેલમાં ખસેડાશે
VADODARA : તાજેતરમાંં રાજ્યભરમાં આતંકમચાવનારી વડોદરાની સિકલીગર ગેંગના 14 સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાાં આવ્યો છે. આ ગેંગ દ્વારા એકલા અથવા મળીને 203 કરતા વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે. હાલમાં આ ગેંગના સાગરીતો જેલ હવાલે છે. તેઓ જેલમાં રહીને બીજા ગુનાઓ આચરવા અંગે પ્લાન ઘડે અથવા તો અન્ય કેદી માટે જોખમ ઉભુ કરી શકે તેમ હોવાથી આ મામલાની તપાસ કરતા એસીપી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તમામને અલગ અલગ જેલોમાં ખસેડવા માટેની દાદ માંગવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર રાખી છે. (SIKLIGAR GANG BOOKED UNDER GUJCTOC SENT TO DIFFERENT JAIL - VADODARA)
તપાસ કરતા અધિકારી દ્વારા અત્રેની સેશન્સ કોર્ટમાં એક અરજી કરવામાં આવી
વડોદરા સહિત રાજ્યભરમાં ચોરી, લૂંટ, તથા અન્ય ગંભીર ગુનાઓ આચરનારી સિકલીગર ગેંગના સામે વડોદરામાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ મુખ્યસુત્રધાર જોગીંદર સિંગ સિકલીગર સહિત 14 ની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હાલ તમામ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે મામલાની તપાસ કરતા અધિકારી એસીપી એમ.પી. ભોજાણી દ્વારા અત્રેની સેશન્સ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે મામલે સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યૂટર રધુવીર પંડ્યા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
રાજ્યની વિવિધ જેલમાં ખસેડવા માટે ભાર મુકવામાં આવ્યો
અરજી સંદર્ભેની રજુઆત કરતા સ્પે. પી.પી. રધૂવીર પંડ્યા જણાવે છે કે, 203 ગુનાઓને અંજામ આપનારા સાગરીતોને એક સાથે રાખવામાં આવશે, તો તેઓ જેલમાંથી બહાર નીકળ્યા પછી કેવા ગુનાઓ આચરવા છે, તે અંગેનો પ્લાન બનાવી શકે છે. આ સાથે જ તેમની વર્તણૂંક જેલમાં અન્ય કેદીઓ માટે ખતરારૂપ બની શકે છે. સુરક્ષાના ધોરણોને ધ્યાને રાખીને સિકલીગર ગેંગના સારગીતોને રાજ્યની વિવિધ જેલમાં ખસેડવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. આ અરજીનો ગુજસીટોકના સ્પે. જજ જે. એલ. ઓડેદરાએ મંજુર રાખવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો --- VADODARA : બે દેશની કરન્સી સહિત લાખોનો મુદ્દામાલ રિકવર કરતી રેલવે LCB


