Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાન ભૂલેલા સિકલીગરે બાળકના હાથમાં બોટલ થમાવી

VADODARA : એક સાગરિત બોલે છે કે, મજા લે રહે હૈ, મજા લે રહે હૈ, ફૂલ એન્જોય. બાદમાં એક નાદાન બાળકના હાથમાં દારૂની બોટલ થમાવી દેવામાં આવે છે
vadodara   ભાન ભૂલેલા સિકલીગરે બાળકના હાથમાં બોટલ થમાવી
Advertisement

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં સિકલીગર ગેંગના સાગરિતો ભેગા થઇને દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સિકલીગર બોલે છે કે, મજા લે રહે હૈ, ફુલ એન્જોય, સબકો સતશ્રીયા કાલ ભાઇ. એક તબક્કે ભાન ભૂલેલો સિકલીગર બાળકના હાથમાં બોટલ થમાવી દે છે. આ વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. અને પાર્ટીમાં ફુલ એન્જોય કરતા ચારને દબોચી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ ક્વાટર જપ્ત કર્યા છે. જેની કિંમત રૂ. 300 આંકવામાં આવી રહી છે. (SIKLIGAR VIRAL VIDEO OF LIQUOR PARTY, POLICE CAUGHT ALL - VADODARA)

વીડિયો ભારે વાયરલ થતા જ બાપોદ પોલીસ એક્શનમાં આવી

વડોદરામાં વાયરલ વીડિયો બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. તાજેતરમાં સિકલીગરે ગેંગના સાગરિતો ભેગા મળીને દારૂની બોટલો સાથે મહેફીલ માણી રહ્યા છે. તેમાંથ એક સાગરિત બોલે છે કે, મજા લે રહે હૈ, મજા લે રહે હૈ, ફૂલ એન્જોય. બાદમાં એક નાદાન બાળકના હાથમાં દારૂની બોટલ થમાવી દેવામાં આવે છે. વીડિયોના અંતમાં સાગરિત બોલે છે કે, સતશ્રીયા કાલ ભાઇ. આ વીડિયો ભારે વાયરલ થતા જ બાપોદ પોલીસ એક્શનમાં આવી હતી.

Advertisement

બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

અને વીડિયોના આધારે કાલુસિંગ ચરણસિંગ દુધાણી (રહે. ભીમા દવાખાનાની પાછળ, સરદારજીનો મહોલ્લો, વારસીયા), રવિસિંગ હરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી (રહે. ચાચા નહેરૂનગર, કમલાનગર પાસે, આજવા રોડ, વડોદરા), શમશેરસિંગ હરજીતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી (રહે. ચાચા નહેરૂનગર, કમલાનગર પાસે, આજવા રોડ, વડોદરા), અને મહેન્દ્રસિંગ ખજાનસિંગ બાવરી (રહે. વુડાના મકાન, પાંજરાપોળ રોડ, વડોદરા) ની અટકાયત કરી છે. તમામ સામે બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ભાજપના કોર્પોરેટરની સ્ટંટબાજી બાદ પાલિકાના એન્જિનિયરને નોટીસ

Tags :
Advertisement

.

×