Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચેકીંગ દરમિયાન લાવારીસ બેગને સુંઘતા જ સ્નીફર ડોગે સંકેત આપ્યો

VADODARA : પોલીસની ટીમ દ્વારા બે સ્નીફર ડોગને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ટ્રેનમાં એક બિનવારસી બેગ મળી આવી હતી
vadodara   ચેકીંગ દરમિયાન લાવારીસ બેગને સુંઘતા જ સ્નીફર ડોગે સંકેત આપ્યો
Advertisement

VADODARA : તહેવાર ટાણે તથા સમયાંતરે વડોદરાના રેલવે સ્ટેશન પર તથા ટ્રેનોમાં રેલવે પોલીસ તથા રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. તાજેતરમાં આ ટીમો દ્વારા સ્નીફર ડોગને સાથે રાખીને તપાસ કરવામાં આવતી હતી. તે દરમિયાન એક લાવારીસ બેગ પાસે સ્નીફર ડોગને લઇને જતા તેણે સુંધીને તુરંત ભસવાના સંકેતો આપ્યા હતા. જેથી ટીમોને બેગમાં શંકાસ્પદ વસ્તુ જણાતા તે ખોલવામાં આવી હતી. આ બેગમાંથી 8 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. આ બેગની માલિકી મામલે પ્રાથમિક પુછપરછમાં કંઇ હાથ લાગ્યું ન્હતું. (RAILWAY POLICE AND SOG CHECKING FOUND SUSPICIOUS BAG OF MARIJUANA - VADODARA)

Advertisement

અન્ય ડોગને ત્યાં લાવીને સુંઘાડવામાં આવ્યું

વડોદરા રેલવે પોલીસ તથા રેલવે એસઓજી દ્વારા નિયમીત રીતે રેલવે પ્લેટફોર્મ તથા ટ્રેનોમાં ચેકીંગની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં પ્લેટફોર્મ નં 4 ઉપર કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવી હતી. જેમાં પોલીસની ટીમ દ્વારા બે સ્નીફર ડોગને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ટ્રેનમાં એક બિનવારસી બેગ મળી આવી હતી. જેને સુંઘતા જ સ્નીફર ડોગે ભસવાનો સંકેત આપ્યો હતો. જે બાદ અન્ય ડોગને ત્યાં લાવીને સુંઘાડવામાં આવ્યું હતું. તેણે પણ ભસીને સંકેત આપ્યો હતો.

Advertisement

બેગની માલિકી અંગે નક્કર માહિતી હાથ લાગી ન્હતી

જેથી બેગમાં કંઇક શંકાસ્પદ હોવાનું જણાઇ આવ્યું હતું. બાદમાં આ બેગને સલામત સ્થળે લઇ જઇને ખોલવામાં આવતા તેમાંથી 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજે વ્યવસ્થિત રીતે પેક કરીને મુકવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. 80 હજાર જેટલી આંકવામાં આવી રહી છે. આ બેગની માલિકી અંગે તપાસ કરવા જતા કંઇ નક્કર માહિતી હાથ લાગી ન્હતી. આખરે ગાંજાના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે. સાથે જ આ ગાંજાનો જથ્થો કોણ લઇને આવ્યું, ક્યાં લઇ જવાનો હતો સહિતના સવાલો ઉકેલવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : મ્યુનિસિપલ કમિશનરે ફોટો મોકલ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું

Tags :
Advertisement

.

×