Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઝઘડા અંગે માઠું લાગી આવતા સગીરે જીવન ટૂંકાવ્યું

VADODARA : ભાવેશ પોતાના જ ગામના કેટલાક યુવકો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. થોડાક સમયમાં જ મજાક-મસ્તી ઝઘડામાં ફેરવાઇ ગઇ હતી
vadodara   ઝઘડા અંગે માઠું લાગી આવતા સગીરે જીવન ટૂંકાવ્યું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીનાં કનોડા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં થયેલા સામાન્ય ઝઘડામાં માઠું લાગી આવતા સગીર યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોક ની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે સગીરના પિતાએ સામા પક્ષે સાવલી સોપીલ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (UNDERAGE BOY HANGED HIMSELF AFTER FIGHT OVER NEGLIGIBLE ISSUE - SAVLI, VADODARA)

ઝઘડો ઉગ્ર બનતા તેને મૂઢ માર મારવામાં આવ્યો

વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીનાં નવા કનોડા ગામના ભાવેશ નામના યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સગીરે જીવનનું અંતિમ પગલું ભરવા અંગે ચાલતી પ્રબળ લોકચર્ચા અનુસાર, તાજેતરમાં ભાવેશ પોતાના જ ગામના કેટલાક યુવકો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. થોડાક સમયમાં જ મજાક-મસ્તી ઝઘડામાં ફેરવાઇ ગઇ હતી. અને આ ઝઘડો ઉગ્ર બનતા ભાવેશને મૂઢ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહિં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના અંગે ભાવેશને ખોટું લાગી આવતા તેણે રાત્રિ ના સમયે ગળે ફાંસો ખાઈને મોત વહાલું કર્યું હતું. સમગ્ર બાબતે પરિવારને જાણ થતા તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

Advertisement

મૃતદેહને પીએમ અર્થે સાવલી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો

અગાઉનો મામલો મૃતકના પિતાના ધ્યાને આવતા તેમણે તેમના પુત્ર ભાવેશ સાથે ઝઘડો કરીને માર મારનાર સામા પક્ષના લોકો વિરૂદ્ધ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આત્મહત્યા અંગે જાણ થતા જ સાવલી પોલીસ મથકમાંથી સ્ટાફ દોડી આવ્યો હતો. અને મૃતદેહનો પંચક્યાસ કરીને તેને પીએમ અર્થે સાવલી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંચે તે પહેલા જ રૂ. 22 લાખનો વિદેશી દારૂ જપ્ત

Tags :
Advertisement

.

×