Vadodara : પશ્ચિમ રેલવે પોલીસે સ્નિફર ડોગની મદદ લઈ 2 ટ્રેનમાં ચેકિંગ કર્યું, પછી બેગમાંથી..!
- Vadodara પશ્ચિમ રેલવે પોલીસને મળી મોટી સફળતા
- પોલીસે બાતમીનાં આધારે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો
- ક્લીન સ્ટેશન અંતર્ગત નશાકારક પદાર્થો સામે કાર્યવાહી
- પૂરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજો ઝડપાયો
- સુરત સ્ટેશન પર ગ્વાલિયર એક્સપ્રેસમાંથી 11 કિલો ગાંજો ઝડપાયો
Vadodara : વડોદરા પશ્ચિમ રેલવે પોલીસે (Western Railway Police) મોટી કાર્યવાહી કરી 26 કિલો ગાંજો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 'ક્લીન સ્ટેશન' અંતર્ગત નશાકારક પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાતમીનાં આધારે પૂરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી (Puri-Ahmedabad Express) 15 કિલો ગાંજો ઝડપાયો છે. જ્યારે સુરત સ્ટેશન (Surat Railway Station) પર ગ્વાલિયર એક્સપ્રેસમાંથી 11 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આમ, બંને સ્ટેશન પરથી કુલ 2.76 લાખની કિંમતનો 26 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને ઓરિસ્સાનાં રહેવાસી દીપક સ્વાઈની રેલવે પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો - Arvalli: ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા બુકાનીધારી 6 ઝડપાયા
Vadodara પશ્ચિમ રેલવે પોલીસે 26 કિલો ગાંજો ઝડપ્યો
વડોદરા પશ્ચિમ રેલવે પોલીસે (Vadodara Western Railway Police) નશા વિરોધી અભિયાનને વધુ મજબૂત બનાવતી મોટી સફળતા મેળવી છે. બાતમીનાં આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે કુલ 26 કિલોગ્રામ ગાંજાનો (Ganja) જથ્થો જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત આશરે 2.76 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ કાર્યવાહી 'ક્લીન સ્ટેશન' અભિયાન (Clean Station) હેઠળ નશાકારક પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવતી કડક કાર્યવાહીનો ભાગ છે, જેમાં રેલવે સ્ટેશનોને નશા મુક્ત બનાવવાનો ઉદ્દેશ્ય છે.
ઓરિસ્સાનાં યુવકની પોલીસે ધરપકડ કરી
રેલવે પોલીસનાં સીનિયર અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહીમાં સ્નિફર ડોગ 'ફાસ્ટર' અને ASI ગિરીશભાઈ પટેલની ટીમે અદ્ભુત કુશળતા દર્શાવી અને ગુપ્ત માહિતી મળ્યા પછી, પોલીસ ટીમે વડોદરા અને સુરત સ્ટેશનો પર સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત પૂરી–અમદાવાદ એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજાનો બિનવારસી જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે, સુરત સ્ટેશન પર ગ્વાલિયર એક્સપ્રેસમાંથી (Gwalior Express) 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સા રહેવાસી દીપક સ્વાઇની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : દિવાળીમાં સરકારી કર્મચારીઓની લોટરી લાગી! મળી આ મોટી ભેટ!