Gandhinagar: બહિયલ ગામમાં ગરબા શરૂ થતા હિંસા ફાટી નીકળી, જુઓ ઘટનાનો Video
- Gandhinagar: ગઈકાલે ગરબામાં આરતી બાદ અચાનક ટોળાએ આવી પથ્થરમારો શરૂ કર્યો હતો
- પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા
- સામાન્ય બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે
Gandhinagar: દહેગામ બહિયલ પથ્થરમારાની ઘટનામાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં આક્રોશ છે. ગઈકાલે આરતી બાદ અચાનક ટોળાએ આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારામાં સામેલ તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. ગામમાં પહેલા પણ આ સમાજના લોકોએ તોફાન કર્યા છે. સામાન્ય બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી
ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. બહિયલ ગામમાં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે.
Dahegam : ગરબામાં સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું । Gujarat First
દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
નવરાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ
હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં કર્યો પથ્થરમારો
સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાને લઈને થઈ… pic.twitter.com/ABXg5UnHDp— Gujarat First (@GujaratFirst) September 25, 2025
Gandhinagar: કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો
પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ કરાઇ હતી.આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટિયર ગેસનો મારો ચલાવાયો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચ સ્થાનિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે.
પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા
પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ સાથે ગામમાં એસઆરપીની કંપનીને પણ તહેનાત કરી દેવામાં આવી છે અને વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે સ્થિતિ વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: સંતોએ વારાણસીના રસ્તાઓ પર I Love Mahadev ના પોસ્ટર લગાવ્યા, જાણો સમગ્ર ઘટના


