Chandra Grahan 2025: દુનિયાની 85 ટકા વસ્તી કાલે જોઈ શકશે ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં સૂતકનો સમય
Chandra Grahan 2025 : વર્ષનું બીજું અને અંતિમ પૂર્ણ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2025) 7 સપ્ટેમ્બર 2025ની રાતના સમયે લાગવાનું છે. જ્યોતિષ ગણતરી અનુસાર, આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે, જે કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરને રાતના 9 વાગ્યેને 58 મિનિટ પર હશે કેમ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે. એટલા માટે તેનો સૂતક કાળ પણ માન્ય હશે. ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા લાગુ થઈ જાય છે. સૂતક કાળ લાગતા જ મંદિરોના કપાટ બંધ થઈ જાય છે અને પૂજા-પાઠ અથવા દેવી-દેવતાઓની પ્રતિમાઓનો સ્પર્શ વર્જિત હોય છે. આ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા લાલ રંગનો દેખાશે. જેને વૈજ્ઞાનિકોની ભાષામાં બ્લડ મૂન કહેવાય છે. આ ચંદ્ર ગ્રહણ કેટલીય રીતે ખાસ માનવામાં આવે છે.
દુનિયાની 85 ટકા વસ્તી જોઈ શકશે ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025)
આ ચંદ્રગ્રહણ આખી દુનિયાની લગભગ 85 ટકા વસ્તી જોઈ શકશે. ભારતના વિવિધ શહેરો ઉપરાંત, ચંદ્ર ગ્રહણ એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં દેખાશે. પણ ઉત્તરી અને દક્ષિણી અમેરિકાના લોકો તેને જોઈ શકશે નહીં, કારણ કે ત્યાં ચાંદ નીકળતા પહેલા જ ગ્રહણ સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો-ચંદ્ર ગ્રહણને લઈ Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ચંદ્રગ્રહણનો સમય અને ગાળો (Chandra Grahan 2025)
ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાતે 9 વાગ્યેને 58 મિનિટ પર લાગશે અને મોડી રાતે 01 વાગ્યેને 26 મિનિટ પર સમાપ્ત થશે. પણ તેને ભારતમાં જોવાનો સૌથી સારો સમય રાતના 11 વાગ્યાથી રાતના 12 વાગ્યેને 22 મિનિટની વચ્ચે રહેશે. કુલ મળીને, આ ગ્રહણ લગભગ 3 કલાક 29 મિનિટ સુધી ચાલશે, જેમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણનો ગાળો 1 કલાક 22 મિનિટ હશે.
આ પણ વાંચો-શા માટે થાય છે ગણેશ વિસર્જન ? જાણો તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ
શું હોય છે બ્લડ મૂન?
ખગોળવિદો અનુસાર, આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમા લાલ રંગનો દેખાશે. તેને બ્લડ મૂન કહેવાય છે. સૂર્યના કિરણો જ્યારે પૃથ્વીના વાયુમંડળ થઈને ચાંદ સુધી પહોંચે છે તો વાદળી રોશની વિખેરાય છે અને લાલ રોશની વધારે માત્રામાં પહોંચે છે. આ કારણ છે કે પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચાંદ લાલ રંગનો દેખાય છે.
ચંદ્ર ગ્રહણમાં શું કરે?
હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્ત્વ જણાવ્યું છે. માન્યતાઓ છે કે આ દરમિયાન લોકો મંત્ર જાપ, ધ્યાન અને દાન-પુણ્ય કરે છે. ગ્રહણ કાળમાં કરવામાં આવેલા જપ અને તપ અસંખ્ય ગણું ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવા અને ઘરમાં શુદ્ધિકરણ માટે ગંગાજળ છંટકાવની પરંપરા છે. ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા બાદ સામર્થ્ય અનુસાર, દાન કરવું જોઈએ.


