Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Buddha Purnima 2025 : આ વર્ષે ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા ? જાણો તારીખ, મૂહુર્ત અને પૂજન વિધિ

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 11 કે 12 તારીખ પૈકી ક્યારે છે ? આ સવાલ ચર્ચાઈ રહ્યો છે. અમે આપને Buddha Purnima ની સાચી તારીખ અને મૂહુર્ત વિશે જણાવીશું. વાંચો વિગતવાર.
buddha purnima 2025   આ વર્ષે ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા   જાણો તારીખ  મૂહુર્ત અને પૂજન વિધિ
Advertisement
  • Buddha Purnima 2025 મે મહિનાની 12મી તારીખે ઉજવાશે
  • વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ Lord Budhdha નો જન્મ થયો હતો
  • Buddha Purnima આધ્યાત્મિક જાગૃતિ અને માનવતાની સેવાને પ્રેરણા આપે છે

Buddha Purnima 2025 : બુદ્ધ પૂર્ણિમાનો પર્વ હિન્દુ અને બૌદ્ધ એમ બંને ધર્મો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ વૈદિક કેલેન્ડર અનુસાર બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે Buddha Purnima ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. ચાલો જાણીએ બુદ્ધ પૂર્ણિમાની સાચી તારીખ વિશે.

Buddha Purnima ની સાચી તારીખ અને મૂહુર્ત

હિન્દુ વૈદિક કેલેન્ડર અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 11 મે, રવિવારના રોજ રાત્રે 08.01 કલાકે શરૂ થશે. બીજા દિવસે એટલે કે 12 મેના રોજ રાત્રે 10.25 કલાકે પૂરી થશે. ઉદય તિથિ અનુસાર બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) નો તહેવાર સોમવાર 12 મેના રોજ ઉજવવામાં આવશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે વારાણસી (Varanasi) અને રવિ યોગ (Ravi Yog) નો સંયોગ થાય છે. આ દિવસે રવિ યોગ સવારે 5:32 થી 6:17 સુધીનો રહેશે છે.

Advertisement

ભગવાન બુદ્ધની 2587મી જન્મજયંતિ

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ભગવાન બુદ્ધ (Lord Budhdha) નો જન્મ થયો હતો. તેટલું જ નહિ પરંતુ આ દિવસે વર્ષો સુધી જંગલમાં કઠોર તપસ્યા કર્યા પછી બુદ્ધે બોધગયામાં બોધિ વૃક્ષ (Knowledge Tree) નીચે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. વર્ષ 2025માં ભગવાન ગૌતમ બુદ્ધની 2587મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે માત્ર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જ નહિ પરંતુ હિન્દુઓ પણ ખાસ પ્રકારની પૂજા અર્ચના, ઉપવાસ અને આરાધના કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ Operation Sindoor બાદ થશે યુદ્ધ ? શું ગ્રહોની સ્થિતિ 1965 અને 1971 જેવી જ રચાઈ રહી છે ?

બુદ્ધ પૂર્ણિમાએ કરાતી પૂજા અર્ચના

Buddha Purnima એટલે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. તેટલું જ નહિ પરંતુ આ દિવસે વર્ષો સુધી જંગલમાં કઠોર તપસ્યા કર્યા પછી બુદ્ધે બોધગયામાં બોધિ વૃક્ષ નીચે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આ દિવસે માત્ર Buddhism ના અનુયાયીઓ જ નહિ પરંતુ હિન્દુઓ પણ ખાસ પ્રકારની પૂજા અર્ચના, ઉપવાસ અને આરાધના કરે છે. Buddha Purnima ના દિવસે સ્નાન અને દાન કરવાની સાથે, મહાત્મા બુદ્ધના ઉપદેશોનો પ્રચાર કરવાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરવાથી અચૂક પરિણામ મળે છે. ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુના નવમા અવતાર તરીકે જોવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, Buddha Purnima નો દિવસ આધ્યાત્મિક જાગૃતિ અને માનવતાની સેવાને પ્રેરણા આપે છે. આ દિવસે ધ્યાન, સાધના અને કરુણા સાથે ભગવાન બુદ્ધની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે.

આ પણ વાંચોઃ Bhagavad Gita : શું ઓફિસ પોલિટિક્સથી પરેશાન છો? શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એનો ય ઊપાય છે

Tags :
Advertisement

.

×