EKADASHI 2025 : દેવપોઢી એકાદશી પર લક્ષ્મી માતાના આશિર્વાદ મેળવવા આટલું જરૂર કરો
EKADASHI 2025 : દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવી શુભ માનવામાં આવે છે
Advertisement
- 6, જુલાઇથી ચતુર્માસનો પ્રારંભ થશે
- દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી જત-તપ-પૂજનનો અનેરો મહિમા
- દેવપોઢી એકાદશીએ લક્ષ્મી માતાના આશિર્વાદ મેળવવાના ઉપાયો અચૂક અજમાવો
EKADASHI 2025 : હિંદુ ધર્મમાં દેવપોઢીની એકાદશીનું (DEVSHAYANI EKASASHI - 2025) વિશેષ મહત્વ છે. દર વર્ષે કુલ 24 એકાદશી (EKADASHI) વ્રત આવતા હોય છે. શાસ્ત્રોમાં બધા એકાદશી વ્રતનું અલગ અલગ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ (LORD VISHNU) ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી ચાર મહિના સુધી બ્રહ્માંડનું સંચાલન કરે છે. એવું માનવામાં આવે છે કે, દેવપોઢી એકાદશીના દિવસે ચોક્કસ ઉપાય અજમાવવાથી લક્ષ્મી માતાના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે દેવપોઢી એકાદશી 6 જુલાઈ, રવિવારના રોજ છે.
દેવશયની એકાદશી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો-
- દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને મીઠાઈ, ફળો, ફૂલો અને તુલસીના પાન ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- હિન્દુ ધર્મમાં, તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દેવપોઢી એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
- દેવપોઢી એકાદશીના દિવસે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, આ દિવસે તેમના 108 નામોનો જાપ કરી શકાય છે.
- દેવી લક્ષ્મી હંમેશા સ્વચ્છ જગ્યાએ રહે છે. તેથી, દેવશયની એકાદશીના દિવસે તમારે ઘર સાફ રાખવું જોઈએ.
- દેવપોઢી એકાદશીના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમને માખાણ અર્પણ કરવું જોઈએ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમને નારિયેળ અને મીઠાઈઓ વગેરે પણ અર્પણ કરી શકો છો.
આ પણ વાંચો ---- Junagadh : ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિ અંગે સરકારનો મહત્ત્વપૂર્ણ આદેશ!
Advertisement
Advertisement


