Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharmabhakti : શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો, ભોળાનાથની કૃપાથી થઈ જશે બેડોપાર

હિન્દુ ધર્મના વૈદિક કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો શ્રાવણ (Shavan) છે. શ્રાવણ મહિનામાં કેટલાક ધાર્મિક કાર્યો કરવાથી આખુ વર્ષ દેવોના દેવ મહાદેવજી (Lord Shiva) ની અમીટ કૃપા વરસતી રહે છે. વાંચો વિગતવાર.
dharmabhakti   શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો  ભોળાનાથની કૃપાથી થઈ જશે બેડોપાર
Advertisement
  • શ્રાવણ મહિનામાં કેટલાક નાના પણ કારગત ઉપાયો કરવાથી આપને થશે લાભ
  • દેવોના દેવ મહાદેવ ભોળા હોવાથી નાના ઉપાયોથી પણ થઈ જાય છે પ્રસન્ન
  • શ્રાવણમાં પૂજા-અર્ચના, દાન, મંત્રજાપ અને સ્તોત્ર પઠનનું છે અનેરુ મહત્વ

Dharmabhakti : ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શંકર (Lord Shiva) ની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. શિવ તંત્ર વિદ્યાના પણ દેવતા પણ હોવાથી આ મહિનામાં કરવામાં આવતા નાના ઉપાયો કારગત સાબિત થાય છે. આ નાના પણ કારગત ઉપાયો કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. શિવભક્તિ દાન અને નકારાત્મક ઊર્જા શુદ્ધિકરણ જેવા ઉપાયો જીવનમાં સકારાત્મક પરિવર્તન, માનસિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

રોજ સવારે આટલું ચોકક્સ કરો

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માહ છે. આ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠો, સ્નાનાદિથી પરવારીને શિવ મંદિરમાં જાઓ. ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરો. ભગવાન શિવના મંદિરમાં રહેલા શિવલિંગ ઉપરાંત નંદી અને કાચબાને પુષ્પ, કંકુ, ચંદન, બીલી પત્રો વગેરે ચડાવો. ધ્યાન રાખજો કે પૂજામાં લાલ ફુલો હોય. પૂજા અર્ચના થઈ ગયા બાદ મંદિરમાં થોડીવાર બેસીને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શ્રાવણમાં શિવલિંગ પર જળ ઉપરાંત દૂધ ચઢાવવાનું પણ વિશેષ માહાત્મ્ય રહેલ છે. જો શ્રાવણમાં તમે જે દૂધ શિવલિંગ પર ચઢાવો છો તેમાં થોડું કેસર ઉમેરશો તો તમને મનોવાંચ્છિત લાભ મળી શકે છે.

Advertisement

યોગ્ય વસ્તુઓનું દાન

શ્રાવણ મહિનામાં યોગ્ય વસ્તુઓનું દાન સુપાત્રને કરવાથી મહાદેવજીની અનહદ કૃપા મેળવી શકાય છે. મહાદેવજી ભોળાનાથ ગણાય છે તેથી સુપાત્રને કરવામાં આવતા દાનથી તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. શ્રાવણ મહિનામાં વહેલી સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ મંદિર નજીક નદી, તળાવ, કૂવામાં રહેલ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ કરતી વખતે મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. આ ઉપાય શ્રાવણ મહિનામાં કરવાથી ધન પ્રાપ્તિ ખૂબ જ સરળ બનશે. શ્રાવણ મહિનામાં દરરોજ ગરીબોને ભોજન કરાવો, ખાસ કરીને અમાવસ્યાના દિવસે. આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહિ રહે અને પૂર્વજોના આત્માઓને શાંતિ મળશે. શ્રાવણ મહિનામાં દરરોજ નંદી એટલે કે બળદને લીલો ચારો ખવડાવો જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 21 July 2025 : આજે શશિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચતા આ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને મહાદેવજીની થશે અનહદ કૃપા

21 દિવસ મંત્ર લેખન

શ્રાવણ મહિનામાં સતત 21 દિવસ સુધી બિલ્વના પાન પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરો. તમે શ્રાવણ મહિનામાં તમારી રાશિ અનુસાર રુદ્રાક્ષને પણ ધારણ કરી શકો છો. આનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. જો તમારા ઘરમાં વાસ્તુલક્ષી કોઈ સમસ્યા હોય તો સંધ્યાટાળે ઘરના દરેક ખૂણામાં ગૌમૂત્રના થોડાક ટીંપા નાંખો અને ઘરમાં ગૂગળનો ધૂપ પ્રગટાવો. માનસિક શાંતિ તેમજ શારીરિક પીડાઓને દૂર કરવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ શિવ તાંડવમ સ્તોત્રનો પાઠ પણ કરો.

આ પણ વાંચોઃ Dharmabhakti : લેખાંક-2- ॐ નમઃ શિવાય મંત્ર ભગવાન શિવને સૌથી વધુ પ્રિય કેમ છે અને આ મંત્રજાપના ફાયદા વિશે જાણો

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×