Dharmabhakti : શનિદેવને રીઝવવા માટે કરી જૂઓ આ સચોટ ઉપાયો, દૂર થશે કષ્ટ અને સમસ્યાઓ
- Shani Dev ની કૃપા મેળવવા માટે જાણી લો કેટલાક સૂચક ઉપાયો
- Shani Chalisa એક એવી પ્રાર્થના છે જેનું ફળ હંમેશા મળે જ છે
- શનિદેવને રીઝવવા હંમેશા ॐ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ
Dharmabhakti : હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ ભગવાન હનુમાનજી (Lord Hanumanji) અને શનિદેવ (Shanidev)ને સમર્પિત માનવામાં આવે છે. આજના દિવસે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે અમે આપને જણાવીશું કેટલાક સચોટ ઉપાયો. આ ઉપાયો મુજબ શનિદેવની પૂજા-અર્ચના, મંત્રજાપ, દાન અને શનિચાલીસાનું પઠન કરવાથી તમને નડતા કષ્ટો અને સમસ્યાઓ દૂર થઈ શકે છે. આપ માનસિક અને શારીરિક રીતે રાહત પણ અનુભવી શકો છો.
શનિદેવની પૂજા-અર્ચના
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા-અર્ચના કરવા માટે અતિશય શુભ મનાય છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા યોગ્ય વિધિ અને પદ્ધતિસર કરવામાં આવે તો એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારના રોજ વહેલી સવારે ઉઠીને સ્નાનાદીથી પરવારીને શનિમંદિરે જાવ. શનિદેવની મૂર્તિ સમક્ષ દિપક પ્રગટાવીને શનિદેવના નામનું સ્મરણ કરો. શનિદેવને કાળા તલ અને તેલ ચડાવો. શનિદેવની સમક્ષ કાળું કપડું પણ મૂકીને આપને નડતા કષ્ટો દૂર કરવાની પ્રાર્થના કરો. પૂજા-વિધિ પૂર્ણ થઈ ગયા બાદ આપ શનિ મંદિરમાં શનિ ચાલીસા (Shani Chalisa ) નું પઠન પણ કરી શકો છો. ત્યારબાદ શનિદેવ મંદિરમાં ઉપસ્થિત ભકતોમાં પ્રસાદની વહેંચણી કરો.
ॐ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો
શનિવારે શનિદેવને રીઝવવા માટે વહેલી સવારે કે સાંજે તેમની પૂજા કરતી વખતે 'ॐ शं शनैश्चराय नम:' મંત્રનો જાપ કરો. આ જાપ પૂજા સિવાયના સમયમાં પણ આખો દિવસ ગમે ત્યારે કરી શકાય છે. જો તમે શનિવારે 'ॐ शं शनैश्चराय नम:' મંત્રનો 108 વાર જાપ કરશો તો તમારા જીવનમાં રહેલ કષ્ટો દૂર થશે અને તમને માનસિક શાંતિ અનુભવાશે. 'ॐ शं शनैश्चराय नम:' મંત્ર બહુ શક્તિશાળી મંત્ર છે. જેના પ્રભાવથી આપના જીવનમાં રહેલ પનોતિ અને સમસ્યાઓ દૂર થશે અને પારિવારીક પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. આજના દિવસે શનિચાલીસાના પઠનનું પણ વિશેષ મહત્વ છે.
કાળી વસ્તુઓનું દાન કરો
શનિદેવની પૂજા અર્ચનામાં કાળી વસ્તુઓનું વિશેષ મહત્વ રહેલ છે. જેમકે તમે શનિદેવની પૂજામાં કાળા તલ, કાળા અડદ ચડાવો. કાળા કપડું મૂકો. તેમજ તેલ ચડાવી શકો છો. જો આજના દિવસે તમે કાળી વસ્તુઓનું દાન કરો છો તો તમને શનિદેવની વિશેષ કૃપાનો લાભ મળી શકે છે. આજના દિવસે કાળા તલમાંથી બનાવેલ વાનગી ગરીબોમાં વહેંચો. આખા કાળા અડદનું પણ દાન કરી શકાય છે. ગરીબો અને જરુરિયાતમંદોમાં કાળા કપડાનું પણ દાન કરી શકો છો.
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


