ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dharmabhakti : રવિવારે કરવામાં આવતા આદિત્ય મંડળ દાનના મહિમા વિશે જાણો વિગતવાર

સૂર્ય નારાયણ (Suryadev)ની કૃપા હંમેશા દાન કરનાર પર યથાવત રહે છે. રવિવારે આદિત્ય મંડળ દાન (Aditya Mandal Daan) કરવાથી ભગવાન સૂર્ય હંમેશા પ્રસન્ન રહે છે.
06:33 AM Aug 03, 2025 IST | Hardik Prajapati
સૂર્ય નારાયણ (Suryadev)ની કૃપા હંમેશા દાન કરનાર પર યથાવત રહે છે. રવિવારે આદિત્ય મંડળ દાન (Aditya Mandal Daan) કરવાથી ભગવાન સૂર્ય હંમેશા પ્રસન્ન રહે છે.
Daan Gujarat First-03-08-2025

Dharmabhakti : સૂર્ય નારાયણ (Suryadev) દાન કરનાર વ્યક્તિ પર હંમેશા પ્રસન્ન રહે છે. તેનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ મહારથી કર્ણ (Karna) છે. કર્ણ જેવો દાનવીર હજૂ સુધી કોઈ થયો નથી. તેથી જ કર્ણ પર જીવનભર ભગવાન સૂર્યના આશીર્વાદ રહ્યા હતા. રવિવાર હિન્દુ ધર્મમાં સૂર્યને સમર્પિત દિવસ ગણાય છે. તેથી રવિવારે કરવામાં આવતા આદિત્ય મંડળ દાન (Aditya Mandal Daan) નો વિશેષ મહિમા રહેલ છે.

આદિત્ય મંડળ દાન

હિન્દુ ધર્મ અને સનાતન પરંપરામાં દાનનું વિશેષ મહત્વ છે. રવિવારે કરવામાં આવતા દાનનું યથાયોગ્ય ફળ ભગવાન સૂર્ય આપે જ છે. રવિવારે આદિત્ય મંડળ દાન (Aditya Mandal Daan) નો પણ વિશેષ મહત્વ રહેલ છે. આ દાનનો મહિમા સાક્ષાત શ્રીકૃષ્ણ (Lord Shree Krishna) એ યુધિષ્ઠિરને જણાવ્યો હતો. આદિત્ય મંડળ દાનમાં જવ, ગોળ અને ગાયના ઘીના મિશ્રણમાંથી એક વર્તુળ આકારનો ગોળો તૈયાર કરવામાં આવે છે. આ ગોળાને સૂર્ય વર્તૂળ પણ કહેવામાં આવે છે. વહેલી સવારે ભગવાન સૂર્ય નારાયણની પૂજા કર્યા બાદ આ સૂર્ય વર્તૂળનું સુપાત્રને દાન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Rashifal 03 August 2025 : આજે બ્રહ્મ અને શુક્લ યોગનો સુભગ સમન્વય રચાયો છે, જાણો કઈ રાશિ જાતકો થશે કેટલો લાભ

આદિત્ય મંડળ દાન છે લાભદાયી

આદિત્ય મંડળ દાનનો મહિમા અને પદ્ધતિ ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આદિત્ય મંડળ દાન કરતી વખતે મગજમાં સાત્વિક ભાવ ધારણ કરવો જોઈએ અને સૂર્યાષ્ટકમ સ્તોત્રનું પારાયણ કરવું જોઈએ. સ્તોત્રના પારાયણ સાથે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દાન સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન સૂર્ય આ દાનથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે. ભગવાન સૂર્યની કૃપાથી આદિત્ય મંડળ દાન કરનાર દાતાના તમામ પાપોનો નાશ થાય છે. આ ઉપરાંત સૂર્ય નારાયણની કૃપાથી દાન કરનારના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ પણ વાંચોઃ  હરતાલિકા તીજ આ તારીખે ઉજવાશે, આ દિવસે વ્રત રાખીને પુરી કરો તમારી મનોકામના!

(ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Aditya Mandal DaanAditya Mandal importanceGujarat FirstGUJARAT FIRST NEWSHow to perform Aditya Mandal DaanKarna donation storySanatan Dharma rituals Benefits of donating on Sunday in HinduismShri Krishna teachings to YudhishthiraStory of Karna and SuryaSun God blessingsSunday donation ritualSurya Mandal donation benefitsSurya Narayana donationSurya Vartul donation meaningSurya Vrat
Next Article