Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharmabhakti : ગણેશજીના સમગ્ર પરિવારની વિધિસરની પૂજા-અર્ચના આપે છે મનોવાંચ્છિત ફળ

કોઈપણ શુભ કાર્ય શરુ કરતા અગાઉ ગણેશજી (Lord Ganrsha) ની પૂજા આવશ્યક છે. જો ગણેશજી ઉપરાંત તેમના સમગ્ર પરિવારની પૂજા-અર્ચના કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. જાણો ગણેશજીના સમગ્ર પરિવાર વિશે વિગતવાર.
dharmabhakti   ગણેશજીના સમગ્ર પરિવારની વિધિસરની પૂજા અર્ચના આપે છે મનોવાંચ્છિત ફળ
Advertisement
  • ગણેશજીના પરિવારમાં તેમના માતા પિતા ભગવાન શિવ અને દેવી પાર્વતી છે
  • ગણેશજીની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ બ્રહ્માની પુત્રીઓ છે
  • ગણેશજીના 2 પુત્રો શુભ અને લાભ ભકતોની ઈચ્છાઓ પૂર્ણ કરવા કાર્યરત રહે છે
  • ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેયની દક્ષિણ ભારતમાં ખૂબ આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે

Dharmabhakti : હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશ (Lord Ganrsha) નું મહત્વ અદકેરુ છે. ખાસ કરીને નવી શરૂઆત, નવા કાર્યનો શુભારંભ કરવામાં તેમની હાજરી આવશ્યક ગણાય છે. હિન્દુ ધર્મમાં કરવામાં આવતી વિવિધ પૂજા-અર્ચનામાં ભગવાન ગણેશજી અને તેમના સમગ્ર પરિવારને આશીર્વાદ માટે આમંત્રણ આપવામાં આવે છે. ગણેશજીનો સમગ્ર પરિવાર બુદ્ધિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક સુખાકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ગણેશજીનો પરિવાર

ગણેશજીના પરિવારમાં તેમના માતા પિતા ભગવાન શિવ (Lord Shiva) અને દેવી પાર્વતી (Mata Parvati) છે. તેમની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે. રિદ્ધિ અને સિદ્ધિ બંને બ્રહ્માની પુત્રીઓ છે. આ સિવાય ગણેશજીને શુભ અને લાભ નામક 2 પુત્રો પણ છે. ગણેશના સૌથી મોટા ભાઈ કાર્તિકેય છે. કાર્તિકેય ભગવાનની દક્ષિણ ભારતમાં ખૂબ જ આસ્થાથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશ અને તેમના સમગ્ર પરિવારને ઓમ શ્રી ગણેશાય નમઃ નો જાપ કરીને આશીર્વાદ આપવા માટે બોલાવવામાં આવે છે. જો ભગવાન ગણેશ એકલા આવે છે, તો ભક્તોને ડર રહે છે કે તેઓ સત્વરે તેમના પરિવાર પાસે પાછા ફરશે અને ભકતોના ઘરે વધુ સમય રોકાશે નહીં. તેથી ભગવાન ગણેશ તેમના ભક્તોના ઘરે લાંબા સમય રહે તે માટે ગણેશજીના આખા પરિવારને આમંત્રણ આપવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચોઃ Dharmabhakti : શિવ સહસ્ત્રનામ સ્તોત્રના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર

Advertisement

ગણેશજીની પૂજા-અર્ચના

બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત વાર માનવામાં આવે છે. આજના દિવસે ગણેશજીની વિધિપૂર્વકની પૂજા અર્ચના ભકતોને ખાસ લાભદાયી નીવડે છે. દર બુધવારે અને ચોથના દિવસે ગણેશજીને લાલ ફૂલો અને દુર્વા ચડાવવાનું અનેરુ મહત્વ છે. ગણેશજીને મોદક અને બેસનના લાડુનો પ્રસાદ ધરાવવાથી મનોવાંચ્છિત ફળ મળે છે. "ॐ गं गणपतये नमः" એ ગણેશજીનો જાપ મંત્ર છે. આ સિવાય ભકતો ગણેશજીની સ્તુતિ માટે ગણેશ ચાલીસા અને શ્રી ગણેશ સહસ્રનામાવલીનું પઠન પણ કરતા હોય છે. ગણેશજીના અન્ય 11 પ્રાથમિક નામ છે. જેમાં ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નવિનાશક, વિનાયક, ધૂમતકેતુ, ગણાધ્યક્ષ, એકાંત, કપિલ, ગજકર્ણક અને વિકટનો જેવા નામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  Rashifal 30 July 2025 : આજે બુધાદિત્ય યોગમાં આ રાશિના જાતકો પર ગણેશજીની રહેશે વિશેષ કૃપા

Tags :
Advertisement

.

×