Dharmabhakti : આજે રવિવારે સૂર્યનારાયણની વિશેષ કૃપા મેળવવા માટે સૂર્યાષ્ટકમ સ્તોત્રનું પઠન કરો
- સૂર્યનારાયણને અતિપ્રિય સ્તોત્ર છે સૂર્યાષ્ટકમ (Suryashtakam)
- સૂર્યાષ્ટકમના નિયમિત પારાયણથી સૂર્યદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે
- અરુણોદય બાદ કરવામાં આવતો સૂર્યાષ્ટકમનો પાઠ મનોવાંચ્છિત ફળ આપે છે
Dharmabhakti : આજે રવિવાર છે અને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ (હરિયાળી તીજ) છે. રવિવારનો દિવસ હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાન (Suryanarayan) ને સમર્પિત વાર છે. આજે જો સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવે તો તેમની વિશેષ કૃપા મેળવી શકાય છે. સૂર્યનારાયણની પૂજા કરતી વખતે સૂર્યાષ્ટકમ (Suryashtakam) સ્તોત્રનું પઠન કરવું લાભદાયી નીવડે છે. વહેલી સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કર્યા બાદ શાંત ચિત્તે સૂર્યાષ્ટકમ સ્તોત્રનું પારાયણ કરવાથી સૂર્યદેવ ભકતો પર પ્રસન્ન થાય છે.
સૂર્યાષ્ટકમ સ્તોત્ર વિષયક
સૂર્ય નારાયણની ઉપાસના માટે સૂર્યાષ્ટકમ સ્તોત્ર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યાષ્ટકમમાં ભગવાન સૂર્ય (Suryanarayan) નો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સૂર્યનારાયણ પૃથ્વી પર તેજ અને પ્રકાશ રુપી આશીર્વાદ રોજે રોજ પૂરા પાડે છે તેનો આભાર આ સ્તોત્રમાં માનવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય નમસ્કાર કરતી વખતે સૂર્યનારાયણના 12 નામોનું મંત્ર સ્વરુપે ઉચ્ચારણ કરવામાં આવે છે. તે જ રીતે સૂર્યાષ્ટકમ સ્તોત્રમાં સૂર્યનારાયણનો આભાર માનતા, તેમનું મહિમા મંડન કરતા 8 વિશિષ્ટ શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જ સૂર્યાષ્ટકમ સૂર્યનારાયણને બહુ પ્રિય છે અને તેના નિયમિત પારાયણથી તેમની વિશેષ કૃપા મેળવી શકાય છે.
સૂર્યાષ્ટકમ સ્તોત્રથી થતાં લાભ
સૂર્યાષ્ટકમ સ્તોત્રમાં સૂર્યનારાયણના ગુણો તેમજ તેમના મહિમાનું સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યનારાયણના વિવિધ સ્વરુપોનો પણ કાવ્યાત્મક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂર્યાષ્ટકમના નિયમિત પઠનથી ગ્રહોની દશા શાંત થાય છે. જેથી તમારા કાર્યોને સફળ બનાવવાથી અટકાવતા અવરોધો દૂર થાય છે. સૂર્યાષ્ટકમનું રોજ પારાયણ કરવાથી સૂર્યનારાયણ રીઝે છે અને ભકતોના કઠીનમાં કઠીન દુઃખો દૂર કરે છે.
આ પણ વાંચોઃ Rashifal 27 July 2025 : આજે ધન લક્ષ્મી યોગમાં આ રાશિના જાતકો પર સૂર્યનારાયણની થશે વિશેષ કૃપા
સૂર્યાષ્ટકમ સ્તોત્રનું પઠન કરવાનો શ્રેષ્ઠ સમય
સૂર્યનારાયણની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય પ્રાતઃકાળ ગણવામાં આવે છે. તેમાંય તમે અરુણોદય થઈ ગયા બાદ જો સૂર્યનારાયણની પૂજા-અર્ચના કરશો તો સૂર્યનારાયણની વિશેષ કૃપા મેળવી શકશો. વહેલી સવારે સૂર્યાષ્ટકમનો પાઠ કરવાથી સૂર્યનારાયણ તમારા પર રીઝે છે. સૌથી પહેલા પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવાર્યા બાદ સૂર્યને સ્વચ્છ જળ ચઢાવો. ત્યારબાદ સૂર્યનારાયણના સીધા દર્શન થઈ શકે તેવા કોઈ સ્વચ્છ સ્થળે સૂર્યાષ્ટકમનો પાઠ કરો. નિયમિત સૂર્યાષ્ટકમનો પાઠ કરવાથી તમને મનોવાંચ્છિત ફળ મળી શકશે.
આ પણ વાંચોઃ Dharmabhakti : શિવ સહસ્ત્રનામ સ્તોત્રના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર


