Dharmabhakti : અત્યંત લાભદાયી એવી પુત્રદા એકાદશી ક્યારે છે, શું છે તેનું માહાત્મ્ય ?
- શ્રાવણ અને પોષ એમ 2 મહિનામાં Putrada Ekadashi ઉજવવામાં આવે છે
- સંતાન પ્રાપ્તિ માટે આ તિથિએ કરેલ પૂજા-અર્ચનાનું વિશેષ ફળ મળે છે
- શ્રાવણમાં આવતી પુત્રદા એકાદશીનું ફળ ભગવાન વિષ્ણુ અને શિવ એમ બંને તરફથી મળે છે
Dharmabhakti : હિન્દુ ધર્મમાં સમગ્ર વર્ષ દરમિયાન આવતી અગિયારસ એટલે કે એકાદશીને વિશિષ્ટ તિથિ માનવામાં આવે છે. તેમાંય શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી (Putrada Ekadashi) અથવા પવિત્રા એકાદશી તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. સંતાનની પ્રાપ્તિ અને તેમના રક્ષણ માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવતા પૂજા-અર્ચના અને ઉપવાસનું ફળ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) અવશ્ય આપે છે. વળી, આ એકાદશી શ્રાવણ મહિનામાં આવતી હોવાથી ભગવાન શિવજી (Lord Shivji) ના પણ આશીર્વાદ મળે છે.
વર્ષમાં 2 વાર આવે છે પુત્રદા એકાદશી
હિન્દુ ધર્મના વૈદિક કેલેન્ડર અનુસાર પુત્રદા એકાદશી (Putrada Ekadashi) વર્ષમાં 2 વાર આવે છે. પહેલી પુત્રદા એકાદશી શ્રાવણમાં અને બીજી પોષ મહિનામાં આવે છે. શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવતી પુત્રદા એકાદશીનું અનેરુ ધાર્મિક મહત્વ અને માહાત્મ્ય છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે વળી અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેમાં ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે. આ સંયોગમાં શ્રાવણની પુત્રદા એકાદશી પર ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના આશીર્વાદ મેળવવાની તક મળે છે. પુત્રદા એકાદશીના દિવસે પરિણીત યુગલોએ સંપૂર્ણ અને વિધિવત રીતે પૂજા-અર્ચના અને ઉપવાસ કરવો જોઈએ. જેથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુ અને શિવ તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે. એટલું જ નહીં એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિના દુ:ખ અને પાપોનો નાશ થાય છે.
પુત્રદા એકાદશીનું શુભ મુહૂર્ત
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટના રોજ સવારે 11.42 કલાકે શરૂ થઈ રહી છે જે 5 ઓગસ્ટના રોજ બપોરે 1.13 કલાકે પૂર્ણ થશે. એકાદશીનો સૂર્યોદય 5 ઓગસ્ટના રોજ થવાનો છે તેથી આ દિવસે પુત્રદા એકાદશી વ્રત ગણવામાં આવશે. આ દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર સાથે રવિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ સાથે બ્રહ્મ મુહૂર્ત સવારે 4.20 થી 5.02 વાગ્યા સુધી અને અભિજીત મુહૂર્ત બપોરે 12 થી 12.54 કલાક સુધી રહેશે, જે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ સમય શુભ કાર્યો અને પૂજા માટે અનુકૂળ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Rashifal 31 July 2025 : આજે રચાતા ગજ લક્ષ્મી યોગમાં આ રાશિના જાતકોને થશે વિવિધ પ્રકારના લાભ
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


