Dharmabhakti : ઓગસ્ટ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે આવશે ? શું છે તેનું માહાત્મ્ય ?
- પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે
- ઓગસ્ટ 2025 માં 6 ઓગસ્ટે પ્રદોષની તિથિ ગણાશે
- 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને Budha Pradosh Vrat કહેવામાં આવશે
Dharmabhakti : શિવપુરાણ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 6 ઓગષ્ટે ઉજવવામાં આવશે. પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. દ્વાદશી તિથિ 6ઠ્ઠી તારીખે બપોરે 2:09 કલાકે સમાપ્ત થશે અને ત્રયોદશી તિથિ શરૂ થશે. સાંજે ત્રયોદશી તિથિ હોવાથી 6ઠ્ઠી તારીખે જ બુધ પ્રદોષ વ્રતનો સંયોગ થશે. 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને બુધ પ્રદોષ વ્રત (Budha Pradosh Vrat) કહેવામાં આવશે.
પ્રદોષ વ્રતનું માહાત્મ્ય
પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ (Lord Shiva) અને માતા પાર્વતી (Mata Parvati) ની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સાથે વ્યક્તિને સંતાન સુખ, ધન અને સંપત્તિનો લાભ પણ મળે છે. આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ સાથે પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. પ્રદોષ વ્રત દર મહિનાના ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે. પંચાંગની ગણતરી મુજબ ઓગસ્ટ મહિનાનો પહેલો પ્રદોષ વ્રત 6ઠ્ઠી તારીખે ઉજવવામાં આવશે.
આ પણ વાંચોઃ Rashifal 1 August 2025 : આ રાશિના જાતકોને આજે ભાગ્ય સાથ આપશે, નોકરીમાં પ્રમોશનની શક્યતા
ભગવાન શિવને અતિ પ્રિય
શિવપુરાણ (Shiv Purana) અને અન્ય શાસ્ત્રોમાં એવું દર્શાવાયું છે કે, જ્યારે પણ ત્રયોદશી તિથિ પ્રદોષ કાળમાં એટલે કે સાંજે આવે છે ત્યારે તે પ્રદોષ વ્રત ખૂબ ફળદાયી હોય છે. પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ કૈલાશ પર આનંદીત મુદ્રામાં નૃત્ય કરે છે. શુક્લ પક્ષની ત્રયોદશી તિથિને કારણે ભગવાન શિવ વૃષભ રાશિમાં નિવાસ કરશે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઈચ્છિત સફળતા આપે છે. એટલે કે આ દિવસે વ્રત રાખવાથી તમારી જે પણ ઈચ્છા હોય તે ચોક્કસપણે પૂર્ણ થશે.
પ્રદોષ વ્રત પૂજા વિધિ
પ્રદોષ વ્રતના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાનાદીથી પરવારી ભગવાન શિવને પ્રણામ કરો અને ઉપવાસ કરવાનું વ્રત લો. ત્યારબાદ શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરો. અભિષેક માટે, ગંગાજળ, દૂધ, દહીં, મધ વગેરે પાણીમાં અર્પણ કરો અને અભિષેક કરો. અભિષેક કરતી વખતે "ओम नमो भगवते रुद्राय नमः" મંત્રનો જાપ કરો. ત્યારબાદ શિવલિંગ પર સફેદ ચંદન, ધતુરો, શમીના પાન, ફૂલો, ફળો, રાખ વગેરે અર્પણ કરો. આ પછી ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન શિવની આરતી કરો. ભગવાન શિવની આરતી પછી પૂજા દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા માંગો.
આ પણ વાંચોઃ Dharmabhakti : અત્યંત લાભદાયી એવી પુત્રદા એકાદશી ક્યારે છે, શું છે તેનું માહાત્મ્ય ?


