Dharmabhakti : શા માટે સૂર્ય દેવને આદિત્ય કહેવાય છે ? જાણો તેમના 12 નામો અને મંત્રો વિશે
Dharmabhakti,
- ઋગ્વેદમાં તમામ દેવતાઓમાં Surya Dev નું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે
- સૂર્ય ભગવાનને Aditya કહેવામાં આવે છે તેના પાછળ રોચક કથા રહેલ છે
- સૂર્ય નારાયણના 12 નામો પરથી 12 મંત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે
Dharmabhakti : સૂર્ય દેવને 9 ગ્રહોનો રાજા તરીકે ઓળખાય છે. બધા ગ્રહોમાં સૂર્ય ભગવાન (Surya Dev) સૌથી શક્તિશાળી અને આ પૃથ્વીના સર્જક છે. સૂર્ય ભગવાનના જન્મ વિશે ઘણી જુદી જુદી કથાઓ પ્રચલિત છે. સૂર્ય ભગવાન અનેક નામોથી એક નામ આદિત્ય (Aditya) છે. તેઓ અદિતિના ખોળે જનમ્યા હોવાથી સૂર્ય દેવને આદિત્યના નામે ઓળખવામાં આવે છે.
શા માટે આદિત્ય નામ પડ્યું ?
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બ્રહ્મા (Lord Brhamaa) ને મહર્ષિ મારીચી અને મહર્ષિ કશ્યપ નામક 2 પુત્રો હતા. જેમના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રીઓ દિતિ અને અદિતિ સાથે થયા હતા. દિતિએ રાક્ષસોને જન્મ આપ્યો અને અદિતિએ દેવતાઓને જન્મ આપ્યો. જો કે આ સંતતિઓ વચ્ચે હંમેશા લડાઈઓ થતી રહેતી હતી. તેમને આ રીતે લડતા જોઈને માતા અદિતિને ખૂબ દુઃખ થયું. તેથી તેણે સૂર્ય દેવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને સૂર્ય દેવે તેમને તેમના ઘરે પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું. આના થોડા સમય બાદ અદિતિના ખોળે સૂર્ય દેવ જન્મ્યા. જેમણે રાક્ષસો પર કાબુ મેળવ્યો હતો. અદિતિના ખોળે જન્મ્યા હોવાથી સૂર્ય દેવને આદિત્ય (Aditya) નામથી પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ Vastu Tips: સિંધવ મીઠું વાસ્તુ દોષ દૂર કરશે,નેગેટિવ ઉર્જાને પણ દૂર રાખશે
સૂર્ય દેવના 12 નામો માટે 12 મંત્રો
સૂર્ય દેવ હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશ્વના આત્મા તરીકે ઓળખાય છે કારણ કે સૂર્યના કારણે જ આ પૃથ્વી પર જીવન શક્ય છે. પૌરાણિક સમયમાં આર્ય સમાજના લોકો સૂર્ય ભગવાનને વિશ્વના સર્જક માનતા હતા. ઋગ્વેદના તમામ દેવતાઓમાં સૂર્ય દેવનું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે. સૂર્ય નારાયણના 12 નામો પરથી 12 મંત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 12 મંત્રો સૂર્ય દેવને બહુ પ્રિય છે. આ 12 મંત્રો એટલે ॐ सूर्याय नमः , ॐ मित्र नमः , ॐ रवाय नमः , ॐ भानवे नमः , ॐ खगाय नमः , ॐ पूषाणे नमः , ॐ हिरण्यगर्भाय नमः , ॐ मरिचाय नमः , ॐ आदित्याय नमः , ॐ सवित्री नमः , ॐ अर्काय नमः , ॐ भास्कराय नमः .
આ પણ વાંચોઃ Rashifal 10 August 2025 : આજે રચાતા વાશી યોગમાં આ રાશિના જાતકોને મળશે પ્રગતિ અને ઉન્નતિની તક
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


