Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharmbhakti : સૂર્ય નારાયણની પૂજા અર્ચનાનું મહત્વ અને યોગ્ય પદ્ધતિ જાણો વિગતવાર

ભગવાન સૂર્ય નારાયણ (Surya Narayan) ને સમર્પિત વાર રવિવાર માનવામાં આવે છે. આજે તેમની પૂજા-અર્ચના યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે.
dharmbhakti   સૂર્ય નારાયણની પૂજા અર્ચનાનું મહત્વ અને યોગ્ય પદ્ધતિ જાણો વિગતવાર
Advertisement
  • ભગવાન સૂર્ય નારાયણ (Surya Narayan) ને સમર્પિત વાર રવિવાર માનવામાં આવે છે
  • રવિવારે સૂર્ય દેવની પૂજા-અર્ચના યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે
  • રોજ વહેલી સવારે સૂર્ય નારાયણના દર્શન માત્રથી જીવનમાં સકારાત્મકતા આવે છે

Dharmbhakti : આજે રવિવારે સૂર્ય નારાયણ (Surya Narayan) ની પૂજા અર્ચના કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. સૂર્ય નારાયણ એક એવા દેવ છે જેને આપણે પ્રત્યક્ષ નીહાળી શકીએ છીએ. તેમના તેજ અને પ્રકાશનો પ્રત્યક્ષ લહાવો લઈ શકીએ છીએ. વહેલી સવારે સૂર્યોદય સમયે સૂર્ય નારાયણ (Surya Narayan) ની યોગ્ય ચીજ વસ્તુઓ સાથે, જળાભિષેક અને યોગ્ય પદ્ધતિ દ્વારા પૂજા અર્ચના કરવાનું વિશેષ માહાત્મ્ય રહેલું છે. પૌરાણિક કાળથી સૂર્ય દેવને જળ ચઢાવવાની પ્રથા પ્રચલિત રહી છે. સૂર્ય નારાયણની કૃપાથી આપ આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ બની શકો છો.

વહેલી સવારે જળાભિષેક

રોજ સવારે વહેલી સવારે અરુણોદય સમયે પથારીમાંથી ઉઠી જવું જોઈએ. અરુણોદય બાદ થતાં સૂર્યોદય સમયે સૂર્ય નારાયણ (Surya Narayan) ને જળ ચઢાવવું જોઈએ. જેથી સૂર્ય નારાયણનું સ્વાગત શુદ્ધ જળથી કરાતા તેઓ તમારા પર પ્રસન્ન રહે છે. સૂર્ય દેવને જળ અર્પણ કરો ત્યારે 'ॐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. સૂર્ય દેવને જળ અર્પણ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તમારી નજર ઘડામાંથી નીકળતા પાણીના પ્રવાહ પર હોવી જોઈએ. આની મદદથી તમે પાણીના પ્રવાહમાં સૂર્યનું પ્રતિબિંબ એક નાનકડા બિંદુના રૂપમાં જોશો. સૂર્ય દેવને જળ અર્પણ કરતી વખતે તમારા હાથ એટલા ઊંચા રાખો કે જ્યારે તમે જળ અર્પણ કરો ત્યારે તમને પાણીના પ્રવાહમાં સૂર્યદેવનું પ્રતિબિંબ દેખાય. ત્યારબાદ સૂર્યદેવને હાથ જોડીને નમસ્કાર કરો.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 13 July 2025 : આજે રચાતા ગુરુ આદિત્ય યોગમાં આ રાશિના જાતકોને મળશે સુખ-સમૃદ્ધિ અને ધનલાભ

Advertisement

સૂર્ય નારાયણની પદ્ધતિસરની પૂજા અર્ચના

ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવા માટે તાંબાની થાળી અને લોટાનો ઉપયોગ કરવો જોઈએ. ઊર્જા અને પ્રકાશના દેવની પૂજા કરતી વખતે લાલ ચંદન અને લાલ ફૂલોનો પણ ઉપયોગ કરવો ઉચિત ગણાય છે. તાંબાની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો પણ રાખવો. સૂર્યોદય સમયે સૌ પ્રથમ ભગવાન સૂર્ય નારાયણના દર્શન કરો. તેમને ફૂલ, ચોખા ચડાવો. આ સમયે 'ॐ ઘૃણી સૂર્યાય નમઃ' નો જાપ કરો. સૂર્ય નારાયણને જળ ચડાવતા પહેલા તાંબાના લોટામાં લાલ ચંદનનો પાવડર અને લાલ ફુલો ઉમેરો. ત્યારબાદ ધીમે ધીમે સૂર્ય નારાયણને જળ અર્પણ કરો. રોજ વહેલી સવારે સૂર્ય નારાયણના દર્શન માત્રથી તમારામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તમારો આખો દિવસ શુભ રહે છે.

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×