Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો, અમાવાસ્યાની મધ્યરાત્રિએ કાલી પૂજાનો શુભ સમય અને મહત્વ

Diwali Kali puja : કાલી પૂજાએ વિધિ વિદ્વાન પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે
જાણો  અમાવાસ્યાની મધ્યરાત્રિએ કાલી પૂજાનો શુભ સમય અને મહત્વ
Advertisement
  • કાલી-પૂજા અમાવસ્યાની સૌથી અંધારી રાત્રે થાય છે
  • કાલી પૂજાએ વિધિ વિદ્વાન પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે
  • 31 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિએ મા કાલીનું પૂજન કરવું

Diwali Kali puja : ભારત વિવિધતાનો દેશ છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ અને રિવાજો સાથે ઉજવવામાં આવે છે. દિવાળી ઉપર સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના લોકો પ્રથમ આદરણીય ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને આસામમાં બંગાળી સમુદાયના લોકો મા કાલીની પૂજા કરે છે. જ્યારે સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવન સરળ અને સુખદ બને છે.

કાલી-પૂજા અમાવસ્યાની સૌથી અંધારી રાત્રે થાય છે

કાલી પૂજાએ દુર્ગા પૂજાના 20 દિવસ પછી બંગાળીઓનો તહેવાર આવે છે. દેવી પુરાણ અનુસાર મા કાલી દેવીએ દુર્ગાનું ખૂબ જ શક્તિશાળી સ્વરૂપ છે. માતા દુર્ગાએ અત્યંત ક્રૂર અને શક્તિશાળી રાક્ષસ રક્તબીજને મારવા માટે માતા કાલીનું રૂપ ધારણ કર્યું હતું. રક્તબીજને વરદાન મળ્યું હતું કે તેના લોહીનું દરેક ટીપું જે જમીન પર પડ્યું તે તેના જેવા શક્તિશાળી રાક્ષસોને જન્મ આપશે. ત્યારે રાક્ષસ રાજા રક્તબીજ સાથેના યુદ્ધ દરમિયાન માતા કાલી તેના લોહીના દરેક ટીપાને જમીન પર પડતા પહેલા પી લે લીધા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Vagh Baras 2024: વાઘ બારસનો ઈતિહાસ અને મહત્વ, હિંદુ ધર્મગ્રંથ 'ભવિષ્ય પુરાણ'માં છે આવો ઉલ્લેખ

કાલી પૂજાએ વિધિ વિદ્વાન પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે

16 મી સદીમાં ઋષિ કૃષ્ણાનંદ આગમ વાગીશાએ સ્વપ્નમાં દેવી કાલીને તેમના કાલી સ્વરૂપની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે કાલી-પૂજા શરૂ કરી હતી. 19 મી સદીમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જેમના વિશે તે લોકપ્રિય છે, એવું કહેવાય છે કે તેમણે માતા કાલી સાથે વાત કરી હતી. તેમણે કાલી પૂજાની પરંપરાને આગળ વધારી હતી. તો કાલી-પૂજા અમાવસ્યાની સૌથી અંધારી રાત્રે થાય છે. તો કારતક મહિનાની અમાવસ્યાની રાત એ વર્ષની સૌથી કાળી રાત છે, તેથી આ દિવસે મધ્યરાત્રિએ કાલી પૂજા અને વિધિ વિદ્વાન પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે.

31 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિએ મા કાલીનું પૂજન કરવું

આ દિવસે ભક્તો માતા કાલી પાસે તેમની અંદર અને બહારની ખરાબીઓથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. માતા કાલીની કૃપાથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. ત્યારે દુષ્ટ આત્માઓ તેની નજીક આવતી નથી અને વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના સુખ અને વિલાસ રહે છે. મા કાલીનું પૂજન સામાન્ય રીતે કારતક મહિનાની અમાવસ્યાની મધ્યરાત્રિની આસપાસ થાય છે. ત્યારે આ વર્ષે અમાવસ્યા 31 ઓક્ટોબર 2024 એ બપોરે 03.52 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સાંજે 06.16 વાગ્યે સમાપ્ત થશે. તેના આધારે 31 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિએ મા કાલીનું પૂજન કરવામાં આવશે.

આ પણ વાંચો: Diwali 2024 : શ્રી રામની સાથે 5 કથાઓ પણ દિવાળી સાથે સંકળાયેલી છે, જાણો સંપૂર્ણ ઈતિહાસ.

Tags :
Advertisement

.

×