Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Be Careful... લક્ષ્મીજી કોપાયમાન હોવાના આ છે સંકેતો

આજના યુગમાં Goddess Lakshmi રૂઠે કે નારાજ થાય તે કોઈને પોષાય તેમ નથી. જો આપને કેટલાક ચોક્કસ અનુભવ થાય તો સમજી લેવું કે Lakshmi કોપાયમાન થવાના છે. વાંચો વિગતવાર.
be careful    લક્ષ્મીજી કોપાયમાન હોવાના આ છે સંકેતો
Advertisement
  • Goddess Lakshmi કોપાયમાન થાય તે અગાઉ મળે છે કેટલાક ચોક્કસ સંકેતો
  • સમયસર ઉપાય કરવાથી Lakshmiના કોપથી બચી શકાય છે
  • તુલસીના છોડને ક્યારેય સુકાવા ન દેવો જોઈએ

Ahmedabad: પૈસો ઈશ્વર નથી પરંતુ ઈશ્વરથી કમ પણ નથી. લક્ષ્મીજીની કૃપા અવિરત બની રહે તે દરેકજણ માટે જરૂરી છે. Goddess Lakshmi રૂઠે તેવા કેટલાક ચોક્કસ સંકેતો છે. જો આપ આ સંકેતો સમજી લેશો તો લક્ષ્મીજીની કૃપા ઓછી થાય તે પહેલા સાવધાની વર્તી શકો છો. લક્ષ્મીજી રુઠવાના કેટલાક સંકેતો વિશે જાણી લો.

ચાંદીની વસ્તુ ખોવાવી

Goddess Lakshmiને શ્વેત રંગ બહુ પ્રિય છે. જો Silver ની કોઈ વસ્તુ કે સિક્કો ખોવાય તો સમજી લેવું કે લક્ષ્મીજી કોપાયમાન થઈ શકે છે. તેથી જ આપણા પૂર્વજો હંમેશા સોનાની જેમ ચાંદીના સિક્કા કે ઘરેણાને સાચવીને રાખતા હતા. ચાંદીના સિક્કાનો ધનતેરસના દિવસે પૂજનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ ચાંદીની વસ્તુઓ હંમેશા કાળજીપૂર્વક રાખવી. Silver Coin ને પણ જ્યાં ત્યાં મુકવાને બદલે હંમેશા તિજોરીમાં યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવા.

Advertisement

તુલસીના છોડનું સુકાઈ જવું

જો આપના ઘરમાં કે આંગણામાં રહેલો તુલસીનો છોડ અકાળે સુકાઈ જાય તો સમજી લેવું કે Goddess Lakshmi આપનાથી પ્રસન્ન નથી. તુલસીનો છોડ સુકાઈ જાય અથવા કરમાઈ જાય તે ઘટનાને અશુભ ગણવામાં આવે છે. આપના ઘરે રહેલ તુલસીનો છોડ હર્યો ભર્યો રહે તે બહુ આવશ્યક છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેથી જ ઘરમાં રાખેલા તુલસીના છોડને નિયમિત પાણી અને સૂર્યપ્રકાશ પૂરો પાડીને તેને હર્યો ભર્યો રાખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચોઃ  વટ સાવિત્રી વ્રત દરમિયાન પરિણીત મહિલાઓએ આ 5 ભૂલો ન કરવી જોઈએ...નહીં તો તેમને અશુભ પરિણામો મળી શકે છે!

પાણીનો સતત વ્યય

ઘરમાં જ્યાં પણ Water Taps હોય અને જો તે ટપકતા હોય તો સમજી લેવું કે લક્ષ્મીજી રુઠ્યા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પાણીનો વેડફાટ એ ધનના વ્યય બરાબર છે. પાણીના નળ સતત ટપકતા હોયતો તે સમયસર રીપેર કરાવી લેવા જોઈએ. જો પાણીની કરકસર કરવાની આદત કેળવાશે તો જ ધનની કરકસર કેળવી શકશો. ધનની કરકસર કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહેશે અને આપની પાસે યોગ્ય માત્રામાં ધનનો સંચય થશે.

શું છે ઉપાય ?

લક્ષ્મીજી કોપાયમાન થયા હોય તો તેમને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા અર્ચના કરવી જોઈએ. ખાસ કરીને લક્ષ્મી નારાયણની સાથે પૂજા કરવી જોઈએ. જો લક્ષ્મીજીનો કાયમી વાસ તમારા ઘરમાં ઈચ્છતા હોવ તો પ્રભુ વિષ્ણુને પ્રસન્ન રાખો. Lord Vishnu નો આપના ઘરમાં કાયમી વાસ હશે તો લક્ષ્મીજી તેમની પાછળ પાછળ આપના ઘરમાં આવશે. તુલસી ક્યારે રોજ સંધ્યાટાણે દીવો કરવો જોઈએ. લક્ષ્મીજીની આજીવન કૃપા મેળવવા ઈચ્છો તો તમારે તુલસી ક્યારે સંધ્યાટાણે રોજ દીવો કરવો જોઈએ. તુલસી પૂજન નિયમિત કરવાથી પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે.

આ પણ વાંચોઃ  Rashifal 18 April 2025 : આ રાશિઓને ચંદ્રાધિ યોગથી ફાયદો થશે, જાણો આજનું તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×