Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમને લાગે છે પિતૃ દોષ? આ 10 ભૂલો બની શકે છે કારણ

પિતૃ દોષનાં 10 કારણો: જાણો કેમ થાય છે પૂર્વજોનો કોપ
શું તમને લાગે છે પિતૃ દોષ  આ 10 ભૂલો બની શકે છે કારણ
Advertisement
  • પિતૃ દોષનાં 10 કારણો: જાણો કેમ થાય છે પૂર્વજોનો કોપ
  • શું તમને લાગે છે પિતૃ દોષ? આ 10 ભૂલો બની શકે છે કારણ
  • પિતૃ દોષથી બચવા આ 10 કારણો વિશે જાણો, શ્રાદ્ધનું મહત્વ સમજો
  • પૂર્વજોની અધૂરી ઇચ્છાઓથી લઈને શ્રાદ્ધ ન કરવું: પિતૃ દોષનાં કારણો
  • પિતૃ દોષનું રહસ્ય: આ 10 કારણો જીવનમાં લાવે છે મુશ્કેલીઓ

અમદાવાદ : પિતૃ દોષ એ જન્માક્ષરમાં એક એવો દોષ છે, જે પિતૃઓના અસંતુષ્ટ હોવાને કારણે ઉદ્ભવે છે. આ દોષના કારણે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં અસ્થિરતા અને ઉથલપાથલની સ્થિતિ રહે છે. પિતૃ દોષ થવાનાં અનેક કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ આ 10 મુખ્ય કારણો, જે પિતૃ દોષનું કારણ બની શકે છે.

પિતૃ દોષનાં 10 કારણો

1. પૂર્વજોની અધૂરી ઇચ્છાઓ

Advertisement

જો કોઈ કારણસર પૂર્વજોની ઇચ્છાઓ અધૂરી રહી જાય અને આપણે તેને પૂર્ણ કરવામાં અસમર્થ હોઈએ તો આ પિતૃ દોષનું મોટું કારણ બની શકે છે. આવું ઘણીવાર અકાળ મૃત્યુના કારણે થાય છે.

Advertisement

2. શ્રાદ્ધ ન કરવું

જે લોકો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કે શ્રાદ્ધ કર્મ નથી કરતા તેમને પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે. પિંડદાન કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ નથી મળતી, જેનાથી તેઓ અસંતુષ્ટ રહે છે.

3. પૂર્વજોનું અપમાન

જે લોકો જીવિત હોય ત્યારે પોતાના પૂર્વજોનું બિનજરૂરી અપમાન કરે છે, માતા-પિતાનું સન્માન નથી કરતા અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરે છે, તે પિતૃ દોષનું કારણ બની શકે છે.

4. વિધિવત અંતિમ સંસ્કાર ન થવું

જે લોકોનો વિધિવત અંતિમ સંસ્કાર નથી થતો તેમની આત્મા તૃપ્ત નથી થતી જેના કારણે તેમના પરિવારને પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

5. નિર્દોષની હત્યા

જો કોઈ વ્યક્તિ નિર્દોષ કે નિરાધાર વ્યક્તિની હત્યા કરે તો તેને પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

6. પવિત્ર વૃક્ષોની કાપણી

પીપળ, વડ કે લીમડા જેવા પવિત્ર અને પૂજનીય વૃક્ષોને કાપવાથી પિતૃ દોષ લાગી શકે છે. આવા વૃક્ષોની કાપણી પિતૃ દોષનું કારણ બની શકે છે.

7. અંતિમ સંસ્કારમાં ભૂલ

કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન પ્રમાણે ન કરવામાં આવે અથવા તેની અવગણના કરવામાં આવે તો તે પિતૃ દોષનું કારણ બની શકે છે, કારણ કે આનાથી આત્માને મુક્તિ નથી મળતી.

8. પ્રાણીઓની હત્યા

જે લોકો પ્રાણીઓની હત્યા કરે છે અથવા તેમનું બિનજરૂરી અપમાન કરે છે, તેમને પિતૃ દોષ લાગી શકે છે. પ્રાણીઓની હત્યા પણ પિતૃ દોષનું કારણ બની શકે છે.

9. છલ-કપટ

જે લોકો મનમાં દગાબાજી બદલાની ભાવના રાખે છે, કોઈની સાથે ધોકો કરે છે, અથવા સંપત્તિના કારણે ખોટું પગલું ભરે છે, તેમને પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

10. ધાર્મિક નિયમોનું પાલન ન કરવું

જે લોકો પોતાના ધાર્મિક નિયમોનું પાલન નથી કરતા વ્રત, તહેવારો કે અમાસના દિવસે તામસિક ભોજન, માંસ અને મદિરાનું સેવન કરે છે, તેમને પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો- નવા લુક અને ફીચર્સ સાથે લોન્ચ થશે નવી જનરેશનની Kia Seltos, Hyundai Cretaને મળશે જોરદાર ટક્કર

Tags :
Advertisement

.

×