આવતીકાલે વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ...નકારાત્મક પ્રભાવથી બચવા શું કરવું અને શું ન કરવું ?
- વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચે થશે
- આવતીકાલે શનિનું ગોચર પણ મીન રાશિમાં થવાનું છે
- ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી
Ahmedabad: વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચે થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ અનેક રીતે ખાસ રહેશે. આ વખતે સૂર્યગ્રહણની સાથે, શનિનું ગોચર પણ મીન રાશિમાં થવાનું છે. તેથી જ્યાં પણ આ ગ્રહણ દેખાશે, ત્યાં સૂતક વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
શનિનું મીન રાશિમાં ગોચર
આવતીકાલે વર્ષ 2025ની 2 મહત્વની ખગોળ ઘટનાઓ ઘટવાની છે. જેમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે અને શનિનું મીન રાશિમાં ગોચર થવાનું છે. હવે જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય વચ્ચે સંબંધ સુમેળભર્યા ન હોવાનું કહેવાય છે. જેનાથી સૂર્ય ગ્રહણ દેખાવાનું હોય તે સ્થાનોએ માનવીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ કેટલીક બાબતો ન કરવી જોઈએ જેથી ગ્રહણના નકારાત્કમક પ્રભાવથી બચી શકાય.
આ પણ વાંચોઃ Rashifal 28 March 2025 : આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે
ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી
પુરુષો, બાળકો કરતા પણ સ્ત્રીઓએ કેટલીક તકેદારી લેવી આવશ્યક છે. સ્ત્રીઓમાં પણ ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી લેવી જોઈએ. જેમાં સૂર્યગ્રહણની અસરોથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ગર્ભવતી સ્ત્રી તેના મનપસંદ દેવતાના મંત્રનો જાપ પણ કરી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ આ સમય દરમિયાન પહેલાથી રાંધેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેઓ ફળોનું સેવન કરી શકે છે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્ત્રીઓએ છરીઓ, કાતર, સીવણ, ભરતકામ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ.
સૂતક કાળ સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે
સૂર્ય ગ્રહણ દરમિયાન ઊંઘવાનું પણ ટાળવું જોઈએ. આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન અને પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન મંદિરમાં ન જાવ અને ભગવાનની મૂર્તિઓને પણ સ્પર્શ ન કરવા જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી, સ્નાન કરવું જોઈએ અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે સૂર્ય ગ્રહણના 12 કલાક અગાઉ સૂતક કાળ શરૂ થઈ જાય છે.
ક્યાં દેખાશે સૂર્ય ગ્રહણ ?
2025નું પહેલું સૂર્ય ગ્રહણ ઈંગ્લેન્ડ, ઉત્તર અમેરિકાના પૂર્વીય પ્રદેશો, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, ફિનલેન્ડ, ઈટાલી, ફ્રાન્સ, જર્મની, ઉત્તરીય બ્રાઝિલ, બર્મુડા, ફિનલેન્ડ, ઈટાલી, પોર્ટુગલ, રોમાનિયા, ઉત્તરીય રશિયા, સ્પેન, મોરોક્કો, યુક્રેનમાં દેખાશે.
આ પણ વાંચોઃ ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ


