Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ganesh Chaturthi 2025 : ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જાણો

ભગવાન ગણપતિની પ્રિય એવી સ્તુતિ સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગણવામાં આવે છે.
ganesh chaturthi 2025   ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જાણો
Advertisement
  • Ganesh Chaturthi 2025, 
  • ભગવાન ગણેશજીની અનેક આરતી અને સ્તુતિઓ પ્રચલિત છે
  • જેમાં સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ ભગવાન ગણેશને અતિ પ્રિય છે
  • સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ ને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે

Ganesh Chaturthi 2025 : અત્યારે ગુજરાત સહિતસમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જાહેર સ્થળોએ મોટા મોટા ગણેશ પંડાલ ઊભા કરાયા છે. ગુજરાતના લાખો ઘરોમાં ગણેશ સ્થાપના પણ કરવામાં આવી છે. ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જાણો.

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્

અત્યારે ગણેશ ચતુર્થીનો માહોલ છવાયો છે. આ દિવસોમાં ભકતો ગણેશજીની વિવિધ આરતી અને સ્તુતિ દ્વારા ગણપતિજીને રીઝવવાની કોશિશ કરે છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા અનેક સ્તોત્ર અને શ્લોકો વિશે આપણે જાણીએ છીએ. આજે અમે આપને ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જણાવીશું. આ સ્તોત્રને બહુ પ્રભાવશાળી અને શક્તિશાળી ગણવામાં આવે છે.

Advertisement

Ganesh Chaturthi 2025 Gujarat First-28-08-2025--

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 28 August 2025 : આજે રચાતા વશી યોગને લીધે આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

Ganesh Chaturthi 2025  અને સંકટનાશન ગણેશ સ્તોત્રમ્

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. આ સ્તોત્રમાં દર્શાવેલ શ્લોકો ભગવાનના ગણેશના મહિમાનું વિશેષ વર્ણન કરે છે. જેમાં ખાસ કરીને ભગવાન ગણેશ જે રીતે ભકતોના દુઃખો દૂર કરે છે તેનું સુપેરે વર્ણન કરવામાં આવ્યું છે. આ સ્તોત્ર વર્ષ 2025 માં આવી પડેલ કુદરતી અને માનવીય આપત્તિઓમાં તો બહુ કારગત સાબિત થાય તેમ છે. અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધ, વેર-ઝેર અને દ્વેષની ભાવના વધી રહી છે. આ વિષમ પરિસ્થિતિમાં સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ ખરેખર એક રામબાણ ઈલાજ સાબિત થાય તેમ છે.

Ganesh Chaturthi 2025 Gujarat First-28-08-2025---

આ પણ વાંચોઃ  Ganesh Chaturthi 2025 : ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમન

Tags :
Advertisement

.

×