Ganesh Chaturthi 2025 : વિશેષ પૂજા સામગ્રી અને સ્તુતિથી ભગવાન ગણેશજીની કરો અર્ચના
- Ganesh Chaturthi 2025,
- વિશેષ પૂજા સામગ્રી અને સ્તુતિથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો
- ગણપતિજીના 12 નામો એક પ્રકારના મંત્રો જ છે જેમની પઠન કરવાથી વિઘ્નો દૂર થાય છે
- ભગવાન ગણેશજીને પ્રિય એવી સ્તુતિનું સમૂહ ગાન કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે
Ganesh Chaturthi 2025 : અત્યારે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) નું પર્વ જોર શોરથી ઉજવાઈ રહ્યું છે. આ પર્વ દરમિયાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. વિશેષ પૂજા સામગ્રી અને સ્તુતિથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. ગણપતિજીના 12 નામ એક પ્રકારના મંત્રો જ છે જેમની પઠન કરવાથી વિઘ્નો દૂર થાય છે. ગણેશ પંડાલોમાં અને ઘરે ભગવાન ગણેશ સમક્ષ ભગવાન ગણેશજીને પ્રિય એવી સ્તુતિનું સમૂહ ગાન કરવાથી તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
Ganesh Chaturthi 2025 માં ઉપયોગ કરો વિશેષ પૂજન સામગ્રી
ભગવાન ગણેશજીની પૂજા અર્ચનાનું યોગ્ય ફળ મેળવવું હોય તો તેમને પ્રિય એવી પૂજા સામગ્રીનો ઉપયોગ કરો. આ પૂજા સામગ્રીનો પૂજા-અર્ચનામાં ઉપયોગ કરવાથી ગણેશજી શિઘ્ર પ્રસન્ન થાય છે. સૌથી પ્રથમ આવે છે ગણેશજીને પ્રિય એવા પુષ્પો. ગણેશજીને પ્રિય એવા પુષ્પોમાં લાલ-પીળા રંગનાં જાસૂદ, ગુલાબ, હજારીગલના ગલગોટાનો સમાવેશ થાય છે. તેથી જ ગણેશજીની પૂજા-અર્ચનામાં આ ફુલોનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. ગણેશજીની પૂજા અર્ચનામાં તેમને પ્રિય એવી વનસ્પતિ દુર્વા, ધરો, શમીના પાન-પત્રોનો ઉપયોગ કરવાનું પણ પ્રચલિત છે. છેલ્લે ગણેશજીને પ્રિય એવા પ્રસાદ વિશે જાણી લો. ગણેશજીને પ્રિય એવા પ્રસાદ છે મોદક. આ ઉપરાંત મોતીચૂર અને બુંદીના લાડું પણ ગણેશજીને પ્રિય છે.
આ પણ વાંચોઃ Rashifal 03 September 2025 : આ રાશિના જાતકોનું આજે બદલાશે નસીબ, વેપારમાં થઇ શકે છે બમણો લાભ
ગણેશજીને પ્રિય મંત્ર અને તેમના 12 નામ
ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્ર ગણેશજીને અતિ પ્રિય છે. આ સિવાય ઓમ એક દંતાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો દંતિ પ્રચોદયાત્ જેવો વૈદિક મંત્ર ગણેશજીની સ્તુતિ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની સફળતા માટે ભગવાન ગણેશજીની કૃપા બહુ આવશ્યક છે. ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માટે ઓમ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા મંત્ર બહુ પ્રચલિત છે. હવે જાણી લઈએ ગણેશજીના 12 નામ વિશે. ગણપતિજીના 12 નામ એક પ્રકારના મંત્રો જ છે જેમની પઠન કરવાથી વિઘ્નો દૂર થાય છે. સુમુખ (ઓમ સુમુખાય નમઃ) , એકદંત (ઓમ એકદંતાય નમઃ) , કપિલ (ઓમ કપિલાય નમઃ) , ગજકર્ણક (ઓમ ગજકણકાય નમઃ) , લંબોદર (ઓમ લાંબોદરાય નમઃ) , વિકટ (ઓમ વિકટાય નમઃ) , વિઘ્નહર્તા (ઓમ વિઘ્નહર્તા નમઃ), વિનાયક (ઓમ વિનાયકાય નમઃ), ધૂમ્રકેતુ (ઓમ ધુમ્રકેતવે નમઃ) ગણાધ્યક્ષ (ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ) , ભાલચંદ્ર (ઓમ ભાલચંદ્રય નમઃ) , ગજાનન (ઓમ ગજાનનાય નમઃ).
આ પણ વાંચોઃ Pitru Paksha 2025: પિતૃપક્ષની આ દિવસથી શરૂઆત થશે, આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ દૂર થશે
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


