ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi:ગણેશ ચતુર્થી પર ઘરે લાવો આ મૂર્તિ, જાણો સ્થાપનાની પૂજા વિધિ

ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે   Ganesh Chaturthi: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ...
02:49 PM Sep 04, 2024 IST | Hiren Dave
ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે   Ganesh Chaturthi: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ...

 

Ganesh Chaturthi: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે. ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે, પરંતુ ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવું ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પહેલા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેઓ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને વિસર્જિત કરી શકાય છે. આ સિવાય પિત્તળ, તાંબા અથવા પંચધાતુની મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે.

 

ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નિમિત્તે મોટાભાગના લોકો માટીની બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં એવી મૂર્તિ લાવવી કે જેનાથી બનેલી વસ્તુઓ કામમાં આવતી અડચણો દૂર કરે છે. તેમજ ઘરમાં ધન-સંપત્તિ ખૂટતા નથી. જો તમે તમારા ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છો, તો ભગવાન ગણેશની મૂર્તિનું કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ. બહુ મોટી કે નાની હોય એવી મૂર્તિ ન લેવી. તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશની મૂર્તિ કોઈપણ મુદ્રામાં લઈ શકો છો. જેમ કે, વિઘ્નહર્તા, ઉમા મહેશ્વર વગેરે.

આ પણ  વાંચો -Hiranyakashipu : ભગવાન સામે પડેલો કાલનેમી

જાણો  પૂજાનો સમય અને શુભ મુહૂર્ત

દ્રિક પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહન ગણપતિ પૂજાનો સમય સવારે 11:03 થી બપોરે 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 31 મિનિટનો છે.

આ પણ  વાંચો -Janmashtami: આજે 'લાલો' 5251 વર્ષમાં પ્રવેશશે..આ વર્ષે ગજબનો સંયોગ...

ગણેશ ચતુર્થી ક્યારે છે?

આ વર્ષે ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટ પર શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024 સાંજે પાંચ વાગ્યાને 37 મિનિટ સુધી રહેશે.

ગણેશ ચતુર્થી 2024માં સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે. મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત 11:10 am - 01:39 pm (02 કલાક 29 મિનિટ)આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને પૂરા આદર, આનંદ અને વાજતે ગાજતે તમારા ઘરમાં લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો.

કયા પ્રકારની પ્રતિમાની શું અસર થશે?

ગણેશ ચતુર્થી પર કેવી રીતે સ્થાપના કરવી

આ રંગની મૂર્તિ લાવો

જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ લાવી રહ્યા છો, તો તમારે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોશિશ કરો કે જો તમે નવી મૂર્તિ લાવી રહ્યા છો તો તેનો રંગ સફેદ હોવો જોઈએ. આ રંગ પવિત્રતાનું પ્રતીક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની એક મૂર્તિ લાવો જેની સૂઢ ડાબી બાજુ નમેલી હોય. આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે.

આ દિશામાં મૂર્તિની સ્થાપના કરો

જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેસવાની મુદ્રામાં અથવા લલિતાસનની મુદ્રામાં હોવી જોઈએ. આ આસન અથવા મુદ્રાની મૂર્તિ તમને શાંતિ અને આરામ આપે છે. ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે. તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.

Tags :
Ganesh Chaturthi 2024Ganesh Chaturthi 2024 Dateganesh chaturthi festivalGanesh Murti PoojaGanesh Utsav 2024
Next Article