ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganeshchaturthi 2025 : ભગવાન ગણેશજીના પરિવાર વિશે જાણો વિગતવાર

આવનારા દિવસોમાં Ganeshchaturthi 2025 જેવું મહાપર્વ આવવાનું છે. આ મહાપર્વ નિમિત્તે ભગવાન ગણેશજીના પરિવાર વિશે જાણો.
06:52 AM Aug 21, 2025 IST | Hardik Prajapati
આવનારા દિવસોમાં Ganeshchaturthi 2025 જેવું મહાપર્વ આવવાનું છે. આ મહાપર્વ નિમિત્તે ભગવાન ગણેશજીના પરિવાર વિશે જાણો.
Ganeshchaturthi 2025 Gujarat First-21-08-2025-+

Ganeshchaturthi 2025 : હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરુઆત ગણેશજી (Lord Ganesha) ની પૂજા સિવાય અધૂરી છે. તેથી જ દરેક શુભ કાર્યમાં ગણેશજીને પ્રથમ યાદ કરવામાં આવે છે. આવનારા દિવસોમાં Ganeshchaturthi 2025 જેવું મહાપર્વ આવી રહ્યું છે. આ પર્વ નિમિત્તે ગણેશજીના સમગ્ર પરિવાર વિશે જાણો વિગતવાર.

ગણેશ પુરાણ અને મુદ્ગલ પુરાણનો સંદર્ભ

ભગવાન ગણેશ (Lord Ganesha ) ને સમર્પિત ગણેશ પુરાણ અને મુદ્ગલ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે, ભગવાન ગણેશજીના પિતા દેવોના દેવ મહાદેવ, માતા પાર્વતિ અને પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ છે. આ ઉપરાંત ભગવાન ગણેશજીના મોટાભાઈ કાર્તિકેયનો પણ ઉલ્લેખ છે. આ ગણેશજીના પરિવાર વિશેની અત્યંત પ્રાથમિક માહિતી છે. ગણેશજીના વિસ્તૃત પરિવાર વિશે વધુ જાણો.

ગણેશજીના પત્નિ રિદ્ધિ-સિદ્ધિ

ભગવાન ગણેશને બુદ્ધિ અને સમૃદ્ધિના દેવ ગણવામાં આવે છે. તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમની પત્નીઓ રિદ્ધિ (બુદ્ધિ) અને સિદ્ધિ (સમૃદ્ધિ) છે. ગણેશ પુરાણ અનુસાર ભગવાન બ્રહ્માએ ગણેશજીના માનમાં એક વિધિ કરતી વખતે તેમની પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના વખતે બ્રહ્માજીના મસ્તિષ્કમાંથી રિદ્ધિ અને સિદ્ધિનો જન્મ થયો હતો. આ રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણેશજીએ લગ્ન કર્યા હતા. રિદ્ધિ-સિદ્ધિ સિવાય ભગવાન ગણેશને તુષ્ટિ, પુષ્ટિ અને શ્રી નામક અન્ય પત્નીઓ હોવાની પણ વાયકા છે.

Ganeshchaturthi 2025 Gujarat First-21-08-2025--

આ પણ વાંચોઃ Rashifal 21 August 2025 : આજે દુરુધારા યોગમાં આ રાશિના જાતકોને મળશે પ્રગતિ અને ઉન્નતિની તક

ગણેશજીના ભાઈ-બહેન

ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેય વિશે સૌ કોઈ જાણે છે. કાર્તિકેયને દક્ષિણભારતમાં મુર્ગાસ્વામીના નામે વ્યાપકપણે પૂજવામાં આવે છે. કાર્તિકેય સિવાય ભગવાન ગણેશજીના અન્ય ભાઈઓમાં સુકેશ, જલંધર, અયપ્પા અને ભૂમાનો સમાવેશ થાય છે. અશોક સુંદરી ભગવાન ગણેશની બહેન છે. આ સિવાય ગણેશજીની બહેનો જયા, વિશાર, શામિલબારી હોવાનો ગણેશ પુરાણમાં ઉલ્લેખ છે.

ગણેશજીની સંતતિ

શિવ પુરાણ અને કેટલાક પ્રાચિન મંદિરોમાં ભગવાન ગણેશના 2 પુત્રોનો ઉલ્લેખ છે. ભગવાન ગણેશની મૂર્તિઓ તેમના પરિવારના સભ્યો સાથે છે જેમાં તેમની પત્નીઓ અને બે પુત્રોનો પણ સમાવેશ થાય છે. ભગવાન બ્રહ્માએ રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણેશના લગ્ન કરાવ્યા. સમય જતાં આ દંપતિને શુભ અને લાભ નામક પુત્રોનો જન્મ થયો. શુભને સમૃદ્ધિના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે લાભને કલ્યાણના દેવતા કહેવામાં આવે છે. શુભ અને લાભના 2 પુત્રો આમોદ અને પ્રમોદ ગણેશજીના પૌત્રો ગણાય છે. ગણેશજીની પત્નિઓ રિદ્ધિ અને સિદ્ધિઓના મનમાંથી ઉત્પન્ન થયેલ પુત્રીને મહર્ષિ નારદે દરેક વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો તેથી તેઓ સંતોષી માતા તરીકે ઓળખાય છે.

Ganeshchaturthi 2025 Gujarat First-21-08-2025-

આ પણ વાંચોઃ Chandra Grahan 2025 : 7 સપ્ટેમ્બરે યોજાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઇ રાશિને ફળશે

Tags :
Ashok SundariGanesha family treeGaneshchaturthi 2025Gujarat FirstGUJARAT FIRST NEWSLord Ganesha familyRiddhi and SiddhiShubh and Labh
Next Article