ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Chaturthi 2025 : ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત અને ચોઘડીયા વિશે જાણો

અત્યારે ઠેર ઠેર Ganesh Chaturthi 2025 ની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ગણેશ સ્થાપના માટેના શુભ મૂહુર્ત અને ચોઘડીયા વિશે જાણી લો.
06:53 AM Aug 26, 2025 IST | Hardik Prajapati
અત્યારે ઠેર ઠેર Ganesh Chaturthi 2025 ની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ગણેશ સ્થાપના માટેના શુભ મૂહુર્ત અને ચોઘડીયા વિશે જાણી લો.
Ganesh Chaturthi 2025 Gujarat First-26-08-2025

Ganesh Chaturthi 2025 : સમગ્ર દેશમાં Ganesh Chaturthi 2025 ની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પણ ગણેશોત્સવમય બની ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક મોટા શહેરોમાં ઠેર ઠેર ભવ્ય પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે. ભકતો પોતાના ઘરે પણ ગણેશજીને લાવવા માટે આતૂર બની રહ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર ગણેશજીની ઘરે સ્થાપના કરવા માટે શુભ મૂહુર્ત અને ચોઘડીયા જાણી લો.

27 ઓગસ્ટના રોજ ઉજવાશે Ganesh Chaturthi 2025

વર્ષ 2025માં 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશચતુર્થી ઉજવાશે. આ દિવસે અનેક ભક્તો ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે. આ દિવસે ગણપતિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:05 થી મધ્યાહને 1:40 કલાક સુધી રહેશે. આ દિવસે ભગવાન ગણેશની સ્થાપના અને પૂજન માટે શ્રેષ્ઠ રહેશે. ગણેશ મૂર્તિ લાવવાનો શુભ ચોઘડીયા સવારે 7:33 થી 9:09 સુધી અને સવારે 10:46 થી બપોરે 12:22 સુધીના શ્રેષ્ઠ રહેશે. 27 મી ઓગસ્ટના એક દિવસ અગાઉ એટલે કે 26 ઓગસ્ટ એટલે કે આજે હરિતાલિકા તૃતીયાના દિવસે પણ ગણેશજીની મૂર્તિ લાવવા માટેનો શુભ સમય સવારે 9:09 થી બપોરે 1:59 કલાક સુધી ગણાશે.

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2025: શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કેમ થાય છે? જાણો પૌરાણિક રહસ્ય

ગણેશ મૂર્તિની સ્થાપના અંગે આટલી સાવચેતી રાખો

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે ગણેશ ચતુર્થી. જો કે ગણેશજીની પ્રતિમાની સ્થાપના વખતે કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. જેમાં સૌથી પહેલી તો મૂર્તિ કઈ દિશામાં રાખવી તે અગત્યનું છે. ગણેશજીની પ્રતિમાની સ્થાપના માટે સૌથી પવિત્ર દિશા છે ઈશાન. આ એક ખુણો છે જે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે આવે છે. ગણેશજીની પ્રતિમાનું જ્યાં પૂજન થાય તે જગ્યા શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. દરરોજ પૂરતો પ્રકાશ અને યોગ્ય પ્રમાણમાં હવા મળી રહે તે રીતે ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. ગણપતિજીની સુંઢ ડાબી તરફ હોય તેવી મૂર્તિને ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણેશજી ઊભા હોય તેના કરતા બેઠા હોય તેવી સ્થિતિની પ્રતિમા વધુ પ્રચલિત છે. આ પ્રતિમાનો રંગ સફેદ અથવા સિંદૂરી રંગ હોય તે જરુરી છે. ગણેશજીની મૂર્તિ અખંડિત અને સંપૂર્ણ હોવી જોઈએ.

Ganesh Chaturthi 2025 Gujarat First-26-08-2025-

આ પણ વાંચોઃRashifal 26 August 2025 : આજે રચાતા ધન યોગમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

Tags :
ganesh chaturthi 2025Ganesh Festival 2025Ganesh Idol InstallationGanesh SthapnaGujarat FirstGUJARAT FIRST NEWSMuhurat-Choghadiya
Next Article