GEMSTONE : આ બે રત્નો જીવનની મુશ્કેલીઓને નજીક નહીં આવવા દે
- જીવન બદલવા માટે એ બે રત્નોને ધારણ કરવાની પ્રચલિત માન્યતા
- જ્યોતિષના માર્ગદર્શનમાં જ ગ્રહોના રત્ન ધારણ કરવા જોઇએ
- રત્ન ધારણ કરતા પહેલા તેના નિયમો ચોક્સાઇપૂર્વક જાણી લેવા જોઇએ
GEMSTONE : જ્યોતિષ શાસ્ત્રમાં (ASTROLOGY) વિવિધ પ્રકારના રત્નોનું ખૂબ મહત્વ છે. ઘણા એવા રત્નો છે જેને જો આપણે આપણી કુંડળી કે રાશિ પ્રમાણે પહેરીએ તો આપણે જીવનના ઘણા બધા અવરોધો દૂર કરી શકીએ છીએ. આજે આપણે બે એવા ખાસ રત્નો વિશે વાત કરીશું, જેને ધારણ કર્યા પછી થોડા સમયમાં જીવનમાં પરિવર્તન લાવવાનું શરૂ કરે છે. જો કે, દરેક વ્યક્તિ આ રત્નને ધારણ કરી શકતું નથી. તેને ધારણ કરતા પહેલા જ્યોતિષ શાસ્ત્રીની સલાહ-માર્ગદર્શન લેવા અત્યંત જરૂરી છે. તો આપણે જાણીએ કે રત્ન શાસ્ત્રમાં એવા કયા બે રત્નો છે જે જીવનની દરેક સમસ્યાને દૂર કરે છે. ઉપરાંત, પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે.
પોખરાજ પહેરવાથી અસંખ્ય ફાયદા થશે
પોખરાજ (TOPAZ) નો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. જે લોકો આ રત્ન ધારણ કરે છે, તેમને લગ્ન દરમિયાન આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવા લોકોની ધન-સંપત્તિ આંખો પહોળી કરી દે તેવી હોય છે. પોખરાજ પીળાશ પડતો અને સફેદ રંગનો હોય છે. સામાન્ય રીતે તમે ફક્ત પીળા રંગના પોખરાજ વિશે જ સાંભળ્યું હશે. આ રત્ન કારકિર્દીમાં પણ ઘણા ફાયદાઓ કરાવી શકે છે. આ રત્ન પહેરનાર વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થતી જાય છે.
પોખરાજ પહેરવાનો સાચો નિયમ
જો તમારી કુંડળી જોયા પછી પંડિત તમને પોખરાજ પહેરવાની સલાહ આપે, તો તેમ કરવામાં મોડું ના કરવું જોઇએ. આ રત્ન ચાંદી અથવા સોનાની વીંટીમાં જડીને પહેરી શકાય છે. જો તમે તેને સોનાની વીંટીમાં જડિત કરશો તો તમને તેનાથી વધુ લાભ મળશે. તમારે આ વીંટી તમારી તર્જની આંગળી પર પહેરવી જોઈએ, કારણ કે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તેને ગુરુવારે પહેરશો તો તે વધારે શુભ રહેશે.
પન્નુ નસીબ ખોલે છે
બધા રત્નોમાં નીલમણિ (પન્નુ) (GREEN EMERALD) સૌથી ખાસ માનવામાં આવે છે. તેનો સીધો સંબંધ બુધ ગ્રહ સાથે છે. જે લોકો આ રત્ન વીંટીમાં પહેરે છે તેમને જીવનમાં કોઈ અવરોધોનો સામનો કરવો પડતો નથી. આવા લોકોને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. જો તમે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવો છો, તો આ રત્ન તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ રત્નની મદદથી કામમાં કોઈપણ પ્રકારની અડચણ સરળતાથી દૂર કરી શકાય છે.
પન્નું પહેરવાનો સાચો નિયમ
દરેક વ્યક્તિ નીલમણિ પહેરી શકતી નથી. જ્યોતિષ શાસ્ત્રીની સલાહ અનુસાર જ તમારે આ રત્ન ધારણ કરવો જોઈએ. તેવું મનાય છે કે, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા લોકો પન્નું પહેરીને તેમના જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. રત્નશાસ્ત્રમાં જણાવાયું છે કે, આ રત્ન ફક્ત ચાંદી અથવા સોનાની વીંટીમાં જ જડિને પહેરવો જોઇએ. આ વીંટી હંમેશા તમારી નાની આંગળીમાં પહેરો.
આ પણ વાંચો --- Vedic Age : મહર્ષિ ભારદ્વાજના વિમાનોથી લઈને આર્યભટ્ટના શૂન્ય સુધી


