Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gopi-Krushna :ગોપી એટલે ઇન્દ્રિયગમ્ય પ્રેમનો આધ્યાત્મિક અનુભવ

.અભિધાની રીતે 'ગોપી' શબ્દને ઉઘાડીએ તો સીધો અર્થ પશુપાલક કે આહીર જાતિની મોજીલી, નટખટ કન્યા. જે વિનોદિની, થોડી અલ્લડ છતાં અતિ પ્રેમવત્સલ છે. તેમના કુળદેવતા અત્યંત સુંદર, મોહક અને ગોપીઓના પ્રેમારાધ્ય ગોપાલક શ્રીકૃષ્ણ હતા.ગોપીભાવ એટલે પરમાત્માને પામવા માટે અનન્ય પ્રેમ, મોહ-ત્યાગ, પૂર્ણ સમર્પણ ભાવના, નિભકતા, લોક-લાજમર્યાદાથી મુક્તિ, સામી તડપ અને વિરહથી નિર્મળ થયેલ ચિત્તથી નિષ્કામ માધુર્યભાવની અનન્ય ભક્તિ. .અભિધાની રીતે 'ગોપી' શબ્દને ઉઘાડીએ તો સીધો અર્થ પશુપાલક કે આહીર જાતિની મોજીલી, નટખટ કન્યા. જે વિનોદિની, થોડી અલ્લડ છતાં અતિ પ્રેમવત્સલ છે. તેમના કુળદેવતા અત્યંત સુંદર, મોહક અને ગોપીઓના પ્રેમારાધ્ય ગોપાલક શ્રીકૃષ્ણ હતા.ગોપીભાવ એટલે પરમાત્માને પામવા માટે અનન્ય પ્રેમ, મોહ-ત્યાગ, પૂર્ણ સમર્પણ ભાવના, નિભકતા, લોક-લાજમર્યાદાથી મુક્તિ, સામી તડપ અને વિરહથી નિર્મળ થયેલ ચિત્તથી નિષ્કામ માધુર્યભાવની અનન્ય ભક્તિ.
gopi krushna  ગોપી એટલે ઇન્દ્રિયગમ્ય પ્રેમનો આધ્યાત્મિક અનુભવ
Advertisement

Gopi-Krushna :અભિધાની રીતે 'ગોપી' શબ્દને ઉઘાડીએ તો સીધો અર્થ પશુપાલક કે આહીર જાતિની મોજીલી, નટખટ કન્યા. જે વિનોદિની, થોડી અલ્લડ છતાં અતિ પ્રેમવત્સલ છે. તેમના કુળદેવતા અત્યંત સુંદર, મોહક અને ગોપીઓના પ્રેમારાધ્ય ગોપાલક શ્રીકૃષ્ણ હતા.

કૃષ્ણ અને ગોપીને લગતી અનેક કથાઓ અને ગીતો છઠ્ઠી સદી સુધીમાં દેશભરમાં પ્રચલિત થયા અને ધીમે ધીમે એ પુરાણોમાં વણાઈને તેને ધર્મપરાયણ સ્વરૂપ અપાયું. મધ્યયુગમાં કૃષ્ણ-ભક્તિ-સંપ્રદાયોએ પુરાણો - ખાસ કરીને શ્રીમદ્ ભાગવત પુરાણનો આધાર લઈને ગોપી-કૃષ્ણના પ્રેમાખ્યાનને ધામક સંદર્ભમાં આધ્યાત્મિક રૂપ આપ્યું. એ સાથે ગોપી અને ગોપીભાવનું આધ્યાત્મિક અર્થઘટન થવા લાગ્યું.

Advertisement

ગોપીભાવ એટલે પરમાત્માને પામવા માટે અનન્ય પ્રેમ, મોહ-ત્યાગ, પૂર્ણ સમર્પણ ભાવના, નિભકતા, લોક-લાજમર્યાદાથી મુક્તિ, સામી તડપ અને વિરહથી નિર્મળ થયેલ ચિત્તથી નિષ્કામ માધુર્યભાવની અનન્ય ભક્તિ.

Advertisement

Gopi -Krushna : ગોપીઓનો અતુલ્ય પ્રેમ

કૃષ્ણપ્રિયા ગોપી એકવાર કૃષ્ણની છબિ તો ચીતરે  છે પરંતુ તેમાં પગ દોરતી નથી. કોઈ સખીએ તેનું કારણ પૂછતા, જે જવાબ મળ્યો એ અદભુત હતો. ગોપીએ કહ્યું કે 'હું પગ દોરું ને કૃષ્ણ ક્યાંય ભાગી જાય તો ! ?'

નંદબાબા અને યશોદાનો નિર્વ્યાજ પ્રેમ, ગોપસખાઓ અને અબોલ ગાયોનો નિર્મળ પ્રેમ ઉપરાંત કૃષ્ણને ગોકુળ-વૃંદાવનની મોહિનીમાં સભર સરાબોળ કરી જકડી રાખનાર કોઈ અત્યંત મહત્વનો પ્રેમપાશ કે ફોર્સ હોય તો એ હતો ગોપીઓનો અતુલ્ય પ્રેમ.

'રોઈ રોઈ આંસુની ઊમટે નદી

તો એને કાંઠે કદમ્બ વૃક્ષ વાવજો,

વાદળ વરસે ને બધી ખાર૫ વહી જાય

પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો.'

સાહિત્યકારો માટે કૃષ્ણ એક હાથવગો ટોપિક

ગોકુળમાં વહેતા પાણી આમ પણ યમુના જ હોય એવું ન માની લેવાય...એ ગોપીઓની આંખોની અશ્રુધારાઓ હોય શકે. એની વેળુમાં વીરડા ગળાવો તો એ પણ ખારા હોય શકે. સાહિત્યકારો માટે કૃષ્ણ એક હાથવગો ટોપિક તો છે જ જેના વિશે અઢળક લખી શકાય, પણ એનું મેજિક ગોપીઓની માફક કવિઓને વધુ મેસ્મેરાઈઝ કરે છે. ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેનું કવિતાકર્મ કૃષ્ણને ન સ્પર્શ્યું હોય. એટલે તો કૃષ્ણના બધા જ રૂપ મનભાવન, મોહિની લગાડનાર છે.

કૃષ્ણમાં લોજિક કરતા મેજિક વધુ છે. તેના ચાહકોની ઝંખનાઓ, સપનાં, ઇચ્છાઓ અપરંપાર છે. કૃષ્ણનો પ્રેમપાયો તપાસો તો એમાં ગોપીઓનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે.

પ્રેમ કે ભક્તિ રસનું પાન કરે તેનું નામ ગોપી

કૃષ્ણલીલાના ભેદને સમજવું સહેલો નથી. વળી રાસલીલા તો અતિ ગૂઢ છે. બાળક જેમ પોતાના પ્રતિબિંબ સાથે રમે તેમ સાથે શ્રી વિષ્ણુજી કૃષ્ણ સ્વરૂપે રાસ રમે છે. માનવીની ઈન્દ્રિયો જેમ મન અને આત્મા સાથે સંલગ્ન છે તેમ ગોપીઓ સદૈવ કૃષ્ણ તરફ ગતિ કરે છે અને સંલગ્ન રહે છે. સંસ્કૃતમાં 'ગો' શબ્દનો અર્થ ઈન્દ્રિયો જ થાય છે. ગોપીની વ્યાખ્યા છે 'ગોભિ: ઈન્દ્રિયૈ: રસં (પ્રેમલક્ષણા ભક્તિરસ) પીબતિ ઈતિ ગોપી'અર્થાત ઈન્દ્રિયોથી જે પ્રેમ કે ભક્તિ રસનું પાન કરે તેનું નામ ગોપી. એકીસાથે રાસ રમતી ગોપીઓમાંની દરેક ગોપીને એમ લાગે કે શ્રીકૃષ્ણ તેની સાથે જ રાસ રમે છે. ભૌતિક વિજ્ઞાાનના ક્વોન્ટમ મિકેનિક્સનો સિદ્ધાંત રાસલીલાના રહસ્ય સાથે સંકળાયેલો છે. એ પરિપ્રેક્ષ્યથી જોતા રાસનૃત્ય એ પારમાણ્વિક પ્રક્રિયાનું પ્રતીકાત્મક રૂપ છે. રાસમાં ગોપીઓને નિર્ભેળ આનંદરસનો અનુભવ થાય છે. 'રસાનાં સમૂહ: ઈતિ રાસ:'

રાધા વલ્લભ સંપ્રદાય અને સખી સંપ્રદાયમાં રાધા-કૃષ્ણને એક માનવામાં આવે છે તો રાધાની સખીઓને પણ અભિન્ન લેખી છે. ભક્તો ગોપીઓના સખી ભાવ સાથે ગાઢ તાદાત્મ્ય અનુભવે છે અને પોતાને ગોપીસ્વરૂપ જ માને છે. એ સ્વરૂપનું ચિંતન કરી એવું જ આચરણ કરે છે અને ગોપીભાવમાં વિચરે છે.

'શ્યામ રંગ સમીપે ન જાવું,

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું,

સર્વમાં કપટ હશે આવું.

ગોપી-અવિચળ અને નિર્દોષ અને નિર્ડંખ પ્રેમની એકનિષ્ઠતા અને ઉન્માદ

કૃષ્ણ રંગે કાળા હોવાથી નટખટ ગોપી પ્રેમાતુર કૃષ્ણને 'કાળા' રંગથી લિપ્ત કાજલ, કોયલ, કાગવાણી, કાળી કંચુકી, જમુનાનું કાળું પાણી, ભારઝલ્લો કાળો મેઘ કે જામ્બુફળ જેવી અનેક વસ્તુનું લિસ્ટ કાનજીને સુપરત કરી, એ સઘળાનો ત્યાગ કરવાનું પ્રણ જાહેર કરી તેનું BP હાઈ કરી દે છે. પણ પછી અંતમાં તેના અવિચળ અને નિર્દોષ અને નિર્ડંખ પ્રેમની એકનિષ્ઠતા અને ઉન્માદ જુઓ.. આટલી ગંભીરતાથી લેવાયેલા આ નીમ પછી શ્વાસ લેવા પૂરતું પણ અટક્યા વગર ગોપી ક્ષણવારમાં ગજબનો યુટર્ન લે છે. સાવ હાથ જ ઊંચા કરી દે છે.

ગોપી કહે છે કે 'આ નીમ લેનાર હું છું જ નહીં. આ નીમ માટે દોષી કોઈ હોય તો એ 'મુખ' છે. મારું 'મન' નહીં. દયારામ લખે છે કે 'મન કહે જે 'પલક ના નિભાવું.'

ગોપીઓની કૃષ્ણપ્રીતિની છાલકમાં ભીંજાવું આપણને ગમે

કૃષ્ણને પામવા માટે, એના સાથ કે સાનિધ્યને પામવા કે માત્ર દર્શનની એક ઝલક માટેના ગોપીના વિધ વિધ તર્ક, બહાનાઓ, લાડભરી જીદ કે દાદાગીરી પર પણ વારી જવાય એવી પળોના કાંઠે ઊભા રહી,  ગોપીઓની કૃષ્ણપ્રીતિની છાલકમાં ભીંજાવું આપણને ગમે તેવું છે. કૃષ્ણ જ્યારે સામેથી મળવા બોલાવે ત્યારે ગોપીને ભાવ ખાતા પણ આવડે. અને એટલે જ મોકો ચૂક્યા વગર એ શરત મૂકી દે કે 'અંક દીધાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં'. પણ નખરાં તો ગોપીના જ ..એટલે કૃષ્ણને મૂંઝવી નાખવાનો એક પણ મોકો ન છોડતી ગોપી એને એવું પણ કહે કે 'શ્યામ મુને અંગે લગાવે તો આવું, કે રાધારાણી રટે ચડયા રે..હો.'

ગોપીની કોઈ પળ કે કોઈ દિનચર્યા એવી નથી જેના કેન્દ્રમાં કૃષ્ણ ન હોય

પોતાના પ્રેમમાં અનેક અને અવનવી છટા અને મસ્તી ઉમેરતી, કૃષ્ણને ઘાંઘો કરતી અને સાથે ઘેલો પ્રેમી પણ બનાવતી, કૃષ્ણ માટે પોતાનો આખો સંસાર ચૂલામાં ઓરી દેતી, કૃષ્ણ માટે ચણોઠીની માળા કે મોરપિચ્છનો મુકુટ કે કાન માટે કર્ણફૂલ બનાવતી ગોપી પળેપળ કૃષ્ણપ્રેમમાં લિપ્ત છે, તરબોળ છે.

ગાયો ચરાવતા કૃષ્ણની વાંસળીનો વેણુનાદ સાંભળી ગોપી ભાનભૂલી, સઘળા કામ પડતા મૂકી વનરાવન તરફ દોટ મૂકે છે. એની કોઈ પળ કે કોઈ દિનચર્યા એવી નથી જેના કેન્દ્રમાં કૃષ્ણ ન હોય. એ જમવા બેસે છે ને કૃષ્ણ યાદ આવતા એના કંઠેથી કોળિયો પણ ઉતરતો નથી. એની મસ્તીનો ભોગ બનનારી ગોપી પોતાને સદભાગી માનતી. કૃષ્ણના તોફાનની રાવ કરનારી ગોપી જ તોફાનથી વંચિત રહેતી તો ઊંડા ઘાવની પીડા અનુભવતી. સુરેશ દલાલના એકાધિક ગીતનાં આવો ગોપીભાવ વ્યક્ત થાય ત્યારે એ ગીત ગોપીગીત બની જાય...

'તમે કરો તોફાન કાનજી અમે કરી શું રાવ

અમે તમારી યમુના ઉપર

આભ ઉછળતી નાવ

અમે થઈશું ઘેલાંઘેલાં જરીક છેડો વેણું

અમે તમારા પથ ઉપરની ચંપક વરણી રેણું !'

...એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા

ગોકુળ ત્યજી કૃષ્ણ દ્વારિકા તો જાય છે પણ દ્વારિકાના નાથને પળેપળ એનો વિરહ સતાવે છે. ગોપીઓની ઉદાસીનો કેફ દ્વારિકાના દ્વાર ખખડાવે છે ત્યારે માધવનું હૈયું વલોવાય જાય છે... 'એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા'(મુકેશ જોશી). કૃષ્ણનો ઝૂરાપો જોઈને મિત્ર ઉદ્ધવ કૃષ્ણને આત્મજ્ઞાાન આપી મોહભંગ કરવા કોશિશ કરે છે. ઉદ્ધવને પોતાનાં આત્મજ્ઞાાનનું ખૂબ અભિમાન હતું. એ જોઈ કૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું કે 'તમે ગોપીઓને થોડું જ્ઞાાન આપી આવો'. પણ ગોપીઓનો અસીમ અને નિર્વ્યાજ પ્રેમ અને વિરહની વેદના જોઈ તેમનો અહં તૂટે છે. ભાગવતમાં લખ્યું છે 'ઉધે સીધેે ભયો' ઉદ્ધવજી કૃષ્ણ માટેની પ્રેમલક્ષણા ભક્તિની સર્વોપરિતા સ્વીકારવી પડે છે. હરીન્દ્ર દવેનું ઉત્તમ ઉદ્ધવ ગીત ગોપીઓની પીડાનો જાણે એક્ષરે છે...       

લોચનિયાં ઢાળી દ્યો હળવે ઓધવ,

 થોડું રૂદિયાની આંખડીએ જોઈ લિયો.

ફોગટ વ્હોર્યાના ના ખારા પાણી,

ના માનો તો હસતા હસતા જરા રોઈ લિયો.

'કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, સાવ સીધોે ને સરળ અનુવાદ રાધા'

રાધાજીનું સ્થાન કૃષ્ણના જીવનમાં, હૃદયમાં નોખું જ હતું. 'કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, સાવ સીધોે ને સરળ અનુવાદ રાધા'. નારદ પુરાણમાં શ્રીકૃષ્ણ નારદજીને કહે છે: હું વારંવાર કહું છું કે રાધાજીની કૃપા વગર મારી કૃપા પ્રાપ્ત નથી થતી. કૃષ્ણનું યુગલસ્વરૂપ રાધાના સંગાથમાં જ સેવાય છે. એટલે જ કૃષ્ણપ્રેમમાં ચકચૂર રાધા કૃષ્ણથી દૂર ગોકુળમાં હોવા છતાં મગરૂર છે જેણે સુરેશ દલાલે એક ગીતમાં બખૂબી વર્ણવી છે...

એકવાર મીરાં ગોકુળમાં જાય છે જે જાણે છે કે ગોસાંઈજી પાસે કૃષ્ણની રસભર વાતોનો ખજાનો છે. મીરાં એમને મળવા માંગે છે પણ ગોસાઈજી કહે છે, 'હું ીઓને મળતો નથી'. ત્યારે મીરાં કહે છે કે 'ગોકુળમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ છે, એ આજે જાણ્યું.' આ સાંભળી ગોસાઈજી મીરાંને મળવા દોડે છે. ગોકુળમાં તો સૌ કોઈ ગોપી. એટલે જ ત્યાં રાધે રાધે બોલાય છે. પ્રેમના પરમ પદને પામવા ગોપી બનવું અનિવાર્ય છે.

આ પણ વાંચો :Laalo - Krishna Sada Sahaayate : એક એવો ચમત્કાર જેણે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલી નાખ્યો!

Advertisement

.

×