Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Guru Purnima : ગુરુ પ્રત્યેનો આવિર્ભાવ દર્શાવતા પર્વના શુભ મુહૂર્તો વિશે જાણી લો

આજે પૂર્ણિમાઓમાં શ્રેષ્ઠ એવી ગુરુ પૂર્ણિમા (Guru Purnima) છે. આજના પાવન પર્વે જાણી લો દિવસભરના શુભ મુહૂર્તો.
guru purnima   ગુરુ પ્રત્યેનો આવિર્ભાવ  દર્શાવતા પર્વના શુભ મુહૂર્તો વિશે જાણી લો
Advertisement
  • આજે 10મી જુલાઈ, ગુરુવારે Guru Purnima નું પાવન પર્વ છે
  • આજે રાહુકાલ બપોરે 01:30 થી 03:00 સુધીનો ગણાશે
  • વિજય મુહૂર્ત બપોરે 2.45 થી 3.40 કલાક સુધી ગણાશે

Guru Purnima : આજે 10મી જુલાઈ, ગુરુવારે ગુરુ પૂર્ણિમા (Guru Purnima) નું પાવન પર્વ છે. આ પર્વે દરેક લોકો પોતાના ધર્મ, કર્મ અને જ્ઞાનના ગુરુઓનો આભાર વ્યક્ત કરે છે. આજે સૌથી મોટી પૂર્ણિમા એવી ગુરુ પૂર્ણિમા છે. આજે આ પર્વ સાથે શિવનારાયણોત્સવ (Shivnarayan Utsa) , કોકિલા વ્રત, વ્યાસ પૂજા જેવા તહેવારો પણ ઉજવાશે. આજના પર્વે શુભ મુહૂર્ત વિશે જાણી લો. આજે પૂર્વાષાઢ નક્ષત્ર સવારે સૂર્યોદયથી શરૂ થઈને બીજા દિવસે સવારે 05.56 કલાક સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરાષાઢ નક્ષત્ર શરૂ થશે. તેથી દિવસ દરમિયાન પૂજા માટેના શુભ સમય અને રાહુકાલનો સમય જાણી લેવો અનિવાર્ય છે.

રાહુકાલનો સમય

સૂર્ય દક્ષિણાયન અને ઉત્તર ગોળાર્ધમાં ગતિ કરતો હોવાથી રાહુકાલ (Rahukal) બપોરે 01:30 થી 03:00 સુધીનો ગણાશે. મધ્યરાત્રિ પછી 02:07 વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ પ્રતિપદા તિથિ શરૂ થાય છે. પૂર્વાષાદ નક્ષત્ર સવારે સૂર્યોદયથી બીજા દિવસે સવારે 05:56 સુધી, ત્યારબાદ ઉત્તરાષાદ નક્ષત્ર શરૂ થાય છે. રાત્રે 09:38 સુધી આયન્દ્ર યોગ, ત્યારબાદ વૈધૃતિ યોગ શરૂ થાય છે. બપોરે 01:52 કલાક સુધી વિષ્ટિ કરણ ત્યાર બાદ બળવ કરણ શરૂ થાય છે. ચંદ્ર દિવસ-રાત ધનુ રાશિમાં સંક્રમણ કરશે.

Advertisement

શુભ મુહૂર્ત

આજે 10મી જુલાઈએ સૂર્યોદય સમય સવારે 5:30 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7.22 કલાકનો રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04.10 થી 4.50 કલાક સુધી ગણાશે. વિજય મુહૂર્ત (Vijay Muhurat) બપોરે 2.45 થી 3.40 કલાક સુધી ગણાશે. નિશીથ કાલ મધ્યરાત્રિ 12.06 થી 12.47 કલાક સુધી રહેશે. ગોધૂલીનો સમય સાંજે 7.21 થી 7.41 કલાક સુધીનો ગણાશે. ગુલિક કાલ સવારે 9 થી 10.30 કલાક સુધી રહેશે. યમગંડ સવારે 6 થી 7.30 કલાક સુધી રહેશે. અમૃત કાલ (Amrit Kaal) નો સમય સવારે 5.30 થી 7.14 કલાક સુધીનો ગણાશે. ભદ્રકાળનો સમય સવારે 5.31 થી1.55 કલાક સુધીનો છે.

Advertisement

આ પણ વાંચોઃ  Rashifal 10 July 2025 : આજે ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકો ગુરુ કૃપાથી મેળવી શકશે ધન, સમૃદ્ધિ અને સન્માન

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×