Indian Army : ભારતીય જવાનો માટે પ્રેમાનંદ મહારાજે કહી આ મોટી વાત
Indian Army: પુલવામા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકવાદીઓને પાઠ ભણાવ્યો હતો. આ બાજુ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ચરમ પર છે. બંને દેશો વચ્ચે ભલે સીઝફાયર થઈ ગયું છે, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. પાકિસ્તાન પોતાની કાયરતાનો સતત પરિચય આપી રહ્યું છે.આ દરમિયાન વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે (premanand maharaj)પણ કંઈક એવું કહ્યું કે,જેનાથી પાકિસ્તાન સાથે સાથે આતંકવાદીઓને પણ મરચાં લાગી જશે.
પ્રેમાનંદ મહારાજે ભારતના જવાનોને સેલ્યુટ કર્યું
પ્રેમાનંદ મહારાજે ભારતના જવાનોને (Indian Army)સેલ્યુટ કરી છે. તેઓએ કહ્યું, તે જે કરી રહ્યાં છે અને દુ:ખ સહન કરી રહ્યાં છે. તે એક તપસ્યા છે, જે એક યોગી જ કરી શકે છે. જીવન તો એક દિવસ ખતમ થઈ જ જવાનું છે. તેનો જવાનોને ધન્યવાદ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પ્રેમાનંદ મહારાજ જવાનો માટે પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યાં છે. સાથે જ તેને સેલ્યુટ કરી રહ્યાં છે.
ભારત દેશ તેમના પરિવાર સાથે છે:પ્રેમાનંદ મહારાજ
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે,જ્યાં જવાન પોતાના પરિવારને છોડી દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યાં ભારત દેશ તેમના પરિવાર સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ભારત તેમને માનની નજરે જોઈ રહ્યું છે, કારણ કે તેઓ સરહદ પર ઉભા રહીને દેશની રક્ષા કરી રહ્યા છે અને દુ:ખ સહન કરી રહ્યા છે. તેમણે જે માર્ગ પસંદ કર્યો છે, તે દેશભક્તિ અને રક્ષા માટે છે.
તેમણે આગળ કહ્યું કે, જો આજે આપણે રાત્રે શાંતિથી ઊંઘી શકીએ છીએ અને તેઓ જાગી રહ્યા છે, તો દેશ સુરક્ષિત છે. તેઓ બરફમાં ઉભા રહીને પોતાની તપસ્યા કરી રહ્યા છે અને દુ:ખ સહન કરી રહ્યા છે. તેમનો આ ત્યાગ અને બલિદાનની કારણે જ આપણે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ. તેમનો આ ત્યાગ અને બલિદાન ભક્તિ માટે છે.
પ્રેમાનંદ મહારાજનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયર
પ્રેમાનંદ મહારાજે વધુમાં કહ્યું કે, અમે અહીં વૃંદાવનમાં બેસીને સચ્ચિદાનંદ ભગવાનની પ્રાપ્તિ માટે તપસ્યા કરી રહ્યા છીએ. તેઓ પણ રાષ્ટ્ર સેવા માટે પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેમનું જીવન વ્યર્થ નહીં જાય. આ તમામ વાતો પ્રેમાનંદ મહારાજે શનિવારે પોતાના સત્સંગ દરમિયાન કહી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર શેર થયો છે.