Janmashtami 2025 : ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વાંસળીનું મહત્વ અને માહાત્મ્ય
- Janmashtami 2025 પર્વે વાંસળીનું દાન આપશે મનોવાંચ્છિત ફળ
- વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય હોવાથી તેના દાનનો વિશેષ મહિમા રહેલો છે
- Janmashtami 2025 ના દિવસે નાના બાળકોમાં વાંસળી વહેંચો
- વાંસળીમાં ગોળ, નારિયેળ પાવડર અને થોડું માખણ ભરી કીડીઓ માટે જમીનમાં દાટી દો
Janmashtami 2025 : સમગ્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ત્યાં જન્માષ્ટમી (Janmashtami) ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shree Krishna)ના બાલ સ્વરુપની પૂજા-અર્ચના, સેવા વગેરે કરવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મના પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણના દેખાવ, અલંકારો અને સ્વરુપ પર અઢળક લખાણ ઉપલબ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરતા સુદર્શન ચક્ર, મોર પિચ્છ અને વાંસળી વગેરે વિશે ખૂબ વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી વાંસળીનું પણ અદકેરુ મહત્વ છે. આ વાંસળી વિષયક કેટલાક ઉપાયો ભકતોની દરિદ્રતા દૂર કરીને સુખ સમૃદ્ધિ લાવી શકે છે.
નકારાત્મક ઊર્જા દૂર થશે
ઘરના નાનકડા મંદિર કે ભગવાન શ્રી કૃષ્ણની છબી સમક્ષ હંમેશા નાનકડી વાંસળી રાખો. આ વાંસળી પર કંકુના 5 ચાંદલા કરો. આ રીતે વાંસળી ઘરમાં રાખવાથી અને તેની યોગ્ય પૂજા અર્ચના કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે. શ્રી કૃષ્ણના અનેક ભકતો દરવાજાની ઉપર પર વાંસળી લટકાવવાનું પસંદ કરે છે. જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી. ઘણા વર્ષોથી માર્કેટમાં વાંસળીથી બનેલા વિન્ડ ચામ પણ ઉપલબ્ધ છે. જેનાથી એક સુંદર ધ્વનિ ઘરમાં આવતો રહે છે અને મન પ્રસન્ન રહે છે.
Janmashtami 2025 Gujarat First-14-08-2025-
પ્રગતિ અને ઉન્નતિ માટે ઉપાય
જન્માષ્ટમીના રોજ તમારા ઘરમાં રહેલા લડ્ડુ ગોપાલ, ભગવાન શ્રી કૃષ્ણ કે પછી રાધા શ્યામ મંદિરે જઈને નાનકડી વાંસળી ભગવાન સમક્ષ મૂકો. જો આ વાંસળી ચાંદીની હોય તો વધુ બહેતર છે પરંતુ જો આપની ક્ષમતા ન હોય તો વાંસની બજારમાં મળતી નાનકડી વાંસળી પણ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તિભાવથી અર્પણ કરો. આ ઉપાયથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે અને આપના જીવનમાં ઉન્નતિ અને પ્રગતિની તકો આવશે.
આ પણ વાંચોઃ Rashifal 14 August 2025 : આજે રચાતા વસુમાન યોગમાં આ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની અપરંપાર કૃપા
વાંસળી વડે કરવામાં આવતા દાનની ખાસ પદ્ધતિ
જો તમારા જીવનમાં સરળતાને બદલે સતત મુશ્કેલીઓ આવતી રહેતી હોય તો તમે વાંસળી વડે કરવામાં આવતું ખાસ પ્રકારનુ દાન કરી શકો છો. જેમાં તમે વાંસળીમાં ગોળ, નારિયેળ પાવડર, થોડું માખણ, થોડા તાંદુલ વગેરે ભરીને પીપળાના ઝાડ નીચે મુકી દો. ભારતના અનેક વિસ્તારોમાં આવી ખાદ્ય પદાર્થો ભરેલ વાંસળીને જમીનમાં દાટવાની પ્રથા પણ છે. આ રીતે વાંસળી મૂકવાથી કીડીઓને સરળતાથી ભોજન મળી રહે છે. જેનું ફળ ભગવાન શ્રી કૃષ્ણ આપે જ છે.
Janmashtami 2025 Gujarat First-14-08-2025--
Janmashtami 2025 ના રોજ નાના બાળકોમાં વાંસળી વહેંચો
ભગવાન શ્રી કૃષ્ણએ નાનપણથી જ વાંસળી ધારણ કરી લીધી હતી. જો તમે તમારા ઘરની આસપાસ રહેતા બાળકોમાં જન્માષ્ટમીના દિવસે વાંસળી વહેંચો છો તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકો છો. આ ઉપાયથી તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો. તેમજ આ ઉપાય તમારા જીવનમાં સફળતાના નવા માર્ગો ખોલી શકે છે.
આ પણ વાંચોઃ Janmashtami 2025 : આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની તિથિ અને મંગલા આરતીનું શુભ મૂહુર્ત જાણી લો


