Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Janmashtami 2025 : આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની તિથિ અને મંગલા આરતીનું શુભ મૂહુર્ત જાણી લો

વર્ષ 2025 માં સમગ્ર દેશમાં 16 ઓગસ્ટ, શનિવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. વાંચો વિગતવાર.
janmashtami 2025   આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની તિથિ અને મંગલા આરતીનું શુભ મૂહુર્ત જાણી લો
Advertisement
  • Janmashtami 2025 16 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવાશે
  • નંદોત્સવ જન્માષ્ટમીના બીજા દિવસે 17 ઓગસ્ટ, રવિવારના રોજ ઉજવાશે
  • શ્રી બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી સવારે 3:30 વાગ્યે કરવામાં આવે છે

Janmashtami 2025 : વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે દિવસે વૃંદાવનમાં જન્માષ્ટમી ઉજવાય છે તે તિથિને જ સમગ્ર ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી માટે યોગ્ય માનવામાં આવે છે. આ વર્ષે વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર (Shri Banke Bihari Temple) માં 16 ઓગસ્ટ, શનિવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર અને આસપાસના વિસ્તારને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવે છે. ગર્ભગૃહમાં મધ્યરાત્રિએ અભિષેક કરવામાં આવે છે અને ભગવાનને દૂધ, દહીં, મધ, પાણી, ઘી વગેરેથી સ્નાન કરાવવામાં આવે છે. આ પછી ભગવાન કૃષ્ણ (Lord Krushna) ની સુંદરતા વધારવા માટે, તેમને ઉત્તમ વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને સોળ શણગાર કરવામાં આવે છે.

Janmashtami 2025 Gujarat First-13-08-2025-

Janmashtami 2025 Gujarat First-13-08-2025-

Advertisement

મધ્યરાત્રિએ અભિષેક

વૃંદાવનમાં જન્માષ્ટમીના દિવસે બાંકે બિહારી મંદિરને ખાસ અને ભવ્ય રીતે શણગારવામાં આવે છે. જ્યારે અભિષેક મધ્યરાત્રિએ થાય છે અને મંગળા આરતી વર્ષમાં ફક્ત એક જ વાર જન્માષ્ટમીના દિવસે કરવામાં આવે છે. બીજા દિવસે નંદોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં ભક્તો ગીતો ગાય છે અને મીઠાઈઓ, ફળો, રમકડાં વગેરેનું વિતરણ કરે છે. ભક્તો આ દિવસની તૈયારી ઘણા દિવસો પહેલાથી શરૂ કરી દે છે અને જન્માષ્ટમીના દિવસે તેઓ પૂજા, ઉપવાસ, કાન્હાજીનો શૃંગાર, જાગરણ વગેરે વિધિઓ સાથે કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 13 August 2025 : આજે રચાતા ગજ કેસરી યોગમાં ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે આ રાશિ પર

મથુરા-વૃંદાવનમાં ઉજવાતી Janmashtami 2025 છે ખાસ

મથુરા-વૃંદાવનમાં ભગવાન કૃષ્ણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને ઘણી લીલાઓનું સર્જન પણ કર્યુ હતું. તેથી જ આ વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉજવણી વૈભવશાળી અને વિશેષ રીતે કરવામાં છે. વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શન રાત્રે 2 વાગ્યાની આસપાસ શરૂ થાય છે અને સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહે છે. મંગળા આરતી સવારે 3:30 વાગ્યે કરવામાં આવે છે, જે વર્ષમાં ફક્ત એક જ જન્માષ્ટમીના દિવસે થાય છે. મંગળા આરતી પછી, બિહારીજીને સવારે 5 વાગ્યે ભોગ ચઢાવવામાં આવે છે. 6 વાગ્યા પછી દર્શન બંધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે બિહારીજી એક સમય માટે જાગે છે અને તે જ સમયે મંગળા આરતી કરવામાં આવે છે. આ દિવસે આ આરતીનો સમય ગ્રહો અને નક્ષત્રોને જોઈને રાખવામાં આવે છે.

Janmashtami 2025 Gujarat First-13-08-2025--

Janmashtami 2025 Gujarat First-13-08-2025--

ક્યારે ઉજવાશે નંદોત્સવ ?

મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે 17 ઓગસ્ટ, રવિવારે નંદોત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો અને પુજારીઓ મીઠાઈઓ, ફળો, રમકડાં, સિક્કા વગેરેનું વિતરણ કરે છે. ઉપરાંત, દરેક વ્યક્તિ કૃષ્ણજીના જન્મની ઉજવણી માટે ગીતો ગાય છે. આ ઉત્સવ રાજભોગ આરતી એટલે કે બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે.

આ પણ વાંચોઃ Radha Ashtami 2025: રાધા અષ્ટમી આ દિવસે ઉજવાશે,જાણો તેનું મહત્વ અને શુભ મુર્હૂત

Tags :
Advertisement

.

×