શ્રાવણ સ્પેશિયલ: શું તમને ખબર છે મહાદેવના આ મંદિરમાં છે 1 કરોડથી પણ વધારે શિવલિંગ? જાણો રહસ્ય
- અહીં આવેલુ છે એશિયાનું સૌથી મોટુ શિવલિંગ
- આ મંદિરમાં છે 1 કરોડથી પણ વધુ શિવલિંગ
- કાર્ટકના સાન્દ્રાગામમાં આવેલુ છે આ મંદિર
- ભક્તો મનોકામના પૂર્ણ થાય ત્યારે સ્થાપિત કરાવે છે શિવલિંગ
શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભારતમાં એવા ઘણા શિવ મંદિરો છે, જેનું આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ઘણું ઊંચું છે. તેમાંથી એક અનોખું મંદિર કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલું છે, જ્યાં એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ અને 1 કરોડથી વધુ નાના શિવલિંગ સ્થાપિત છે.
કર્ણાટકના કોલાર જિલ્લાના કામાં સાન્દ્રા ગામમાં આવેલું કોટિલિંગેશ્વર ધામ તેના 108 ફૂટ ઊંચા શિવલિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ શિવલિંગને એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ માનવામાં આવે છે. આ મંદિરની એક બીજી વિશેષતા એ છે કે અહીં લાખોની સંખ્યામાં નાના શિવલિંગ સ્થાપિત છે. એવી પરંપરા છે કે જ્યારે કોઈ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે તે પોતાની શ્રદ્ધા અનુસાર 1થી 3 ફૂટનું શિવલિંગ અહીં સ્થાપિત કરાવે છે.
35 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા
આ ભવ્ય શિવલિંગની સામે 35 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પણ સ્થાપિત છે. મંદિર પરિસરમાં કોટિલિંગેશ્વરના મુખ્ય મંદિર ઉપરાંત 11 અન્ય નાના મંદિરો પણ છે, જેમાં વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત છે.
ચમત્કારો અને માન્યતાઓ:
ભક્તોની એવી માન્યતા છે કે મંદિર પરિસરમાં આવેલા બે વૃક્ષો પર પીળો દોરો બાંધવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. ખાસ કરીને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. મંદિરનું વાતાવરણ અને શિવલિંગના દર્શનથી ભક્તોને ભગવાનના સાક્ષાત દર્શન થયાનો અનુભવ થાય છે.
મહાશિવરાત્રી પર લાખો ભક્તોનો જમવાડો
મંદિરના મુખ્ય પરિસરમાં બ્રહ્મા, વિષ્ણુ, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમણી સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ અને રામ, લક્ષ્મણ અને સીતાના મંદિરો પણ આવેલા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન પણ નજીવા શુલ્કમાં કરાવવામાં આવે છે અને મહાશિવરાત્રી જેવા પર્વો પર લાખો ભક્તો અહીં પૂજા-અર્ચના માટે આવે છે.


