Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશના મહત્વ વિશે જાણો વિગતવાર

ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પૂજા અર્ચના બહુ આવશ્યક છે, પણ પૂજા અર્ચના વખતે સાચી પદ્ધતિ અને પૂજામાં લેવાતી ઉપયોગી ચીજ વસ્તુઓના નિયમો વિશે જાણી લેવું બહુ અગત્યનું છે. પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશ વિશેના નિયમો અને તેના મહત્વ વિશે જાણો.
પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશના મહત્વ વિશે જાણો વિગતવાર
Advertisement
  • કળશમાં ગંગાજળ અને તુલસીના પાનનું પણ છે વિશેષ મહત્વ
  • પૂજાના કળશમાં રહેલ પાણીએ ચરણામૃત ગણાય છે
  • પૂજા દરમિયાન કળશ ખાલી હોય તો લક્ષ્મીજીનું અપમાન થવાની માન્યતા

અમદાવાદઃ હિન્દુ ધર્મમાં વિવિધ પ્રકારની પૂજા કરવામાં આવે છે. વિવિધ પૂજા કરવાના નિયમો પણ વિવિધતાસભર હોય છે. તેમાંથી એક અગત્યનો નિયમ પાણીના કળશનો છે. પૂજા કરતી વખતે પૂજા રૂમમાં પાણીનો કળશ ખાલી ન રાખવો. સામાન્ય રીતે હિન્દુ ધર્મની વિવિધ વિધિઓમાં કળશમાં ગંગાજળનો ઉપયોગ પ્રચલિત છે, પરંતુ જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સાદા જળથી ભરેલા કળશનો ઉપયોગ પણ પૂજા વિધિ દરમિયાન કરી શકાય છે.

શા માટે કળશને પાણીથી ભરવામાં આવે છે ?

ભગવાનના પૂજન સમયે કળશને પાણીથી ભરવામાં આવે છે. જો સમગ્ર પૂજા દરમિયાન કળશ ખાલી હોય તો લક્ષ્મીજીનું અપમાન થવાની માન્યતા છે. પૂજન કરતી વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 26 March 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની શક્યતા છે

Advertisement

કળશમાં ગંગાજળ અને તુલસીના પાનનું પણ મહત્વઃ

કળશમાં ગંગાજળ અને તુલસીના પાનનું પણ બહુ માહાત્મ્ય જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં રાખેલા કળશને પૂજા કર્યા પછી ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. પાણીના વાસણમાં સાદું પાણી, ગંગાજળ અને તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. આ સંબંધમાં કહેવામાં આવે છે કે પૂજા રૂમમાં હાજર ભગવાનને તરસ લાગે છે તો તે પૂજા રૂમમાં રાખેલા કળશમાંથી પાણી પીવે છે.

પૂજાના કળશમાં રહેલ પાણીએ ચરણામૃત ગણાય છેઃ

પૂજા રૂમમાં રાખવામાં આવેલા પાણીના કળશમાંથી પાણી પીવું શુભ અને લાભકારી માનવામાં આવે છે. પૂજાના કળશમાંથી પાણી(ચરણામૃત) પીવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે. આ સિવાય બીમારીઓમાં પણ રાહત મળે છે.

આ પણ વાંચોઃ ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ

Tags :
Advertisement

.

×