Mahakumbh 2025 : માત્ર 3 વર્ષની વયે બન્યા સન્યાસી, ગુજરાત સાથે છે ખાસ સંબંધ!
- Gujarat First નું 'મહાકુંભથી મહાકવરેજ'
- સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- 9 વર્ષનાં બાળ નાગા સાધુ 'પ્રયાગગીરીજી' સાથે સીધો સંવાદ
- 3 વર્ષની ઉંમરથી સન્યાસી જીવન જીવી રહ્યાં છે બાળ સાધુ
ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ 2025' નું (Mahakumbh) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ 'મહાકુંભ' મેળાનું મહત્ત્વ એટલા માટે પણ છે કે કારણ કે આ વખતે 144 વર્ષ બાદ દુર્લભ સંયોગ બન્યો છે, જેનો સંબંધ સમુદ્ર મંથન સાથે હોવાનું મનાય રહ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પણ તેના દર્શકો માટે ખાસ તૈયારી કરી છે અને 'મહાકુંભથી મહાકવરેજ' નું આયોજન કર્યું છે. ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થકી વિવિધ સાધુ-મહાત્માઓ સાથે સંવાદ કરી રહી છે.
આ પણ વાંચો - સાધ્વી બનવા 'Mahakumbh' આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું ? Gujarat First સાથે ખાસ વાતચીત
માત્ર 3 વર્ષની ઉંમરમાં જ સન્યાસ લીધો
પ્રયાગરાજમાં (Prayagraj) સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે. દરમિયાન, 9 વર્ષનાં બાળ નાગા સાધુ 'પ્રયાગગીરીજી' સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે સીધો સંવાદ કર્યો છે. જૂના અખાડાનાં 9 વર્ષનાં બાળ નાગા સાધુ પ્રયાગગીરીજી એ માત્ર 3 વર્ષની ઉંમરમાં જ સન્યાસ લીધો હતો. બાળ નાગા સાધુએ જણાવ્યું કે, માતાનાં મૃત્યુ બાદ સન્યાસી જીવન જીવવાનું નક્કિ કર્યું હતું. તેમણે કહ્યું કે, અખાડામાં જોડાયા બાદ બાળ નાગા સાધુ બન્યા. સંસારની મોહમાયાને ત્યાગી બાળ સાધુ બન્યા.
આ પણ વાંચો - Mahakumbh: આ 144મો મહાકુંભ દરેક સનાતનીઓ માટે મહત્ત્વપૂર્ણ સમય છે: રમેશભાઈ ઓઝા
પિતા ગુજરાતનાં ગાંધીધામ ખાતે કામ કરે છે : બાળ સાધુ
ઘર અને પરિવાર વિશે પૂછતા તેમણે જણાવ્યું કે, તેઓ બિહારની રાજધાની પટનાથી છે. તેમનાં ઘરે પિતા, બે ભાઈ અને બે બહેન છે. બાળ સાધુએ કહ્યું કે, તેમનાં પિતા ગુજરાતનાં ગાંધીધામ ખાતે કામ કરે છે. પરિવારની યાદ આવે છે કે કેમ ? તે અંગે પૂછતા તેમણે કહ્યું કે, ઘરની યાદ આવે છે પણ સાધુત્વ જીવન જ જીવવું છે. આ સાથે તેમણે અંતે કહ્યું કે, પોતે ઇશ્વરની શરણમાં રહી આરાધના કરશે. સમગ્ર સંસાર ખુશ રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - Mamta Kulkarni Controversy: મહામંડલેશ્વર બનવા માટે મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાને કેમ પસંદ કર્યો?