Mahakumbh 2025: મહેસાણાના શ્રદ્ધાળુનું સંગમ સ્થાન તરફ પગપાળા જતા હાર્ટએટેકથી મોત થયુ
- શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા જતા હતા
- સંગમ સ્થાન તરફ પગપાળા જતા હાર્ટ એટેક આવ્યો
- 3 કલાક વીતવા છતાં એમ્બ્યુલન્સ પહોંચી નહિ
Mahakumbh 2025: મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા જતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ વાન સમયસર નહીં પહોંચતા મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયુ છે. જેમાં એમ્બ્યુલન્સને જાણ કર્યાને 3 કલાક વીતવા છતાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નહોતી.
ભાગદોડ દરમિયાન વિસનગરના કડા ગામના એક શ્રધ્ધાળુનું મોત
પ્રયાગરાજથી મહેશભાઈ પટેલ નામના મૃતક શ્રદ્ધાળુને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામ લવાશે. જેમાં 24 કલાકથી વધુ સમય બાદ એમ્બ્યુલન્સ વાન મૃતકને લઈ ગુજરાત તેમના વતન પહોચશે. મહેશભાઈ તેમના સાળા અને મિત્રો સાથે અમદાવાદથી ઉપડેલ લકઝરી બસ પ્રવાસમાં મહાકુંભમાં સ્નાન માટે પહોંચ્યા હતા. જેમાં ઉલ્લેખનીય છે કે ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ વાન સમયસર નહીં પહોંચતા શ્રદ્ધાળુનું મોત થયુ છે. ત્યારે મહાકુંભમાં સ્નાન દરમિયાન ભાગદોડની ઘટના હજુ તો તાજુ છે જેમાં ભાગદોડમાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. ત્ચારે ભાગદોડ દરમિયાન વિસનગરના કડા ગામના એક શ્રધ્ધાળુનું મોત નીપજ્યું છે.
શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થતા તેમનો પરિવાર શોક મગ્ન બન્યો
મહેશ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થતા તેમનો પરિવાર શોક મગ્ન બન્યો છે. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાઈ થયેલો છે. જેમાં લોકો જણાવી રહ્યાં છે કે મહાકુંભમાં પોલીસની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. સેકટર 21 થી 23 સેકટર પરથી ત્રિવેણી સંગમ સ્થળ પર પહોંચવા 30 પ્લાનટુન બ્રિઝ બનાવવામાં આવ્યા હતા. જેમાં એક સ્થળ પર એકસાથે ભીડ એકત્રિત થતા આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં 30 લોકોમાં મોત થયા છે.
આ પણ વાંચો: Mahakumbh 2025: બેદરકારી મોંઘી પડી... મહાકુંભ દુર્ઘટનામાં 30 લોકોના મોત માટે કેટલા દોષિત?


