મહાકુંભમાં બાબાને ઉલ્ટા સવાલ પૂછવું રિપોર્ટરને ભારે પડ્યું! Video વાયરલ
- મહાકુંભમાં રિપોર્ટરના સવાલથી ગુસ્સે ભરાયા બાબા
- મહાકુંભમાં ગુસ્સે ભરાયેલા બાબાએ ચીપિયાથી હુમલો કર્યો
- એક શખ્સને સાણસીથી માર મારવામાં આવ્યો
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે, અને દૂર દૂરથી સંતો, ઋષિઓ અને ભક્તો આ મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ મહાકુંભમાં દેશના અંદરથી જ નહીં, પરંતુ વિદેશી ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. તેમના માટે આ શ્રણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હજારો લોકો આ મહાકુંભનો અનોખો અનુભવ માણવા માટે આવી રહ્યા છે. ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેઓ વીડિયો બનાવવા માટે આવ્યા છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે મુજબ એક બાબા એક શખ્સને ચીપિયાથી મારતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ સમયમાં સોશિયલ મીડીયાનું મહત્વ એટલું વધ્યું છે કે, આ મહાકુંભમાં આવનારા ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો અહીંના અનુભવો અને દ્રશ્યોને અનુકૂળ રીતે કૅપ્ચર કરીને તેને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન, એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગુસ્સે ભરેલા બાબા એક વ્યક્તિને ચીપિયાથી માર મારી રહ્યા છે. જણાવી દઇએ કે, આવી ઘટના ઇન્ટરવ્યુ દરમિયાન બની હતી. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, બાબા પોતે પત્રકારના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. પરંતુ, કેટલાક એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા, જે તેમને ગમ્યા નહીં. આ પ્રશ્નો સાંભળીને બાબા ગુસ્સે થઈ ગયા, અને તેમણે પત્રકારના આકરા પ્રશ્નો પર વિકાર દર્શાવ્યો. આ આક્રોશ એટલો વધી ગયો કે, બાબાએ પત્રકાર પર ચીપિયાથી હુમલો શરૂ કરી દીધો.
महाकुंभ में कवरेज करने आये युट्यूबर
अपने चैनल के रीच को बढ़ाने के चक्कर मे फालतू सवाल पूछेगे बाबा जी लोग चिमटे से ठोक पीट कर सही कर देंगे।🤣#MahaKumbh2025 pic.twitter.com/DNGGlwCrtU— Gyanendra (@whogyanendra_) January 13, 2025
બાબાએ કર્યો ચીપિયાથી હુમલો
વીડિયોમાં દેખાય છે કે, બાબા ઉભા થઈ જાય છે અને પત્રકાર પર ચીપિયાથી હુમલો કરે છે. પત્રકાર કે જે પ્રશ્નો પૂછી રહ્યો હતો, તે ઝડપથી ત્યાંથી ભાગવા લાગ્યો, પરંતુ બાબાએ તેને છોડ્યો નહીં અને ચીપિયાથી સતત માર મારતા રહ્યા. દ્રશ્યને જોઈને ડરી ગયેલા આસપાસના લોકો પણ ત્યાથી ભાગવા લાગ્યા હતા. આ ઘટના દરમિયાન બાબાએ કહ્યું કે, "આવા પ્રશ્નો ના પૂછવા જોઈએ."
સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ કરતા યુઝર્સ
આ વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો અને લોકો આ ઘટના પર અલગ-અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડીયા યુઝર્સે આ ઘટનાનો વિરોધ કર્યો, તો કેટલાક લોકો આ ઘટનાનું સમર્થન કરતા જોવા મળ્યા છે. એક યુઝરે લખ્યું કે, "આ યુટ્યુબર્સે બાબાને મનોરંજન માટે હેરાન કર્યા છે. કુંભ મેળામાં ભક્તો કરતાં વધુ યુટ્યુબર્સ પહોંચી ગયા છે." બીજાએ લખ્યું કે, "આ મહાત્માએ યોગ્ય કર્યું છે. એક શખ્સે લખ્યું કે, યૂટ્યુબ પર ઘણા લોકો મહાકુંભ મેળાનું કવરેજ કરવા માટે સંતોને ઉંધા પ્રશ્નો પૂછતા જોવા મળ્યા છે, અને તેમને આવી રીતે જવાબ મળવા જોઈએ."
આ પણ વાંચો : મહાકુંભમાં આવેલા 11 શ્રદ્ધાળુઓને આવ્યો Heart Attack! જાણો ડૉક્ટર શું આપી રહ્યા છે સલાહ


