મંગળ ગ્રહ 182 દિવસ માટે અસ્ત: 3 રાશિના જાતકો માટે આવનારા દિવસો રહેશે 'ભારે'
- 1 નવેમ્બર 2025થી મંગળ ગ્રહ 182 દિવસ માટે થશે અસત (Mangal Ast November 2025)
- 2 મે 2026. શનિવારે સવારે 4.30 વાગે ફરી ઉદય પામશે મંગળ
- સાહસ, ક્રોધ, સંપત્તિના નિર્ણય લેતા પહેલા સાવધાની રાખવાની સલાહ
Mangal Ast November 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે અને પૃથ્વી પરથી તેની દૃશ્યતા ઓછી થાય, ત્યારે તે 'અસ્ત' થયો ગણાય છે. આવતા મહિને, મંગળ ગ્રહ અસ્ત થવાનો છે, જેની લાંબી અસર જોવા મળશે.
દ્રિક પંચાંગ મુજબ, મંગળ ગ્રહ 1 નવેમ્બર 2025, શનિવારના રોજ સાંજે 6:36 કલાકે અસ્ત થશે અને 2 મે 2026, શનિવારના રોજ સવારે 4:30 કલાકે ફરી ઉદય પામશે. આ લગભગ 182 દિવસ સુધી મંગળ ગ્રહની ઊર્જા ક્ષીણ રહેશે.
મંગળને સામાન્ય રીતે ઊર્જા, સાહસ, ક્રોધ, સંપત્તિ (જમીન) અને લગ્નજીવન નો સ્વામી માનવામાં આવે છે. તેના અસ્ત થવાથી આ તમામ ક્ષેત્રોમાં અસ્થિરતા, નિર્ણયોમાં વિલંબ અને મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમયગાળો દરેક માટે ધીરજ અને સંયમ જાળવવાનો છે.
જ્યોતિષીય ગણતરીઓ મુજબ, મંગળના અસ્ત થવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડશે, પરંતુ નીચેની ત્રણ રાશિના જાતકો માટે આ સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે, જેના કારણે તેમને વિશેષ સાવધાની રાખવી પડશે. આ દરમિયાન જમીન અને વાહન સંબંધિત મોટા નિર્ણયો ટાળવા સલાહભર્યું છે.
Mars Combust Effect
1. મેષ રાશિ (Mangal Ast November 2025)
મેષ રાશિના સ્વામી ખુદ મંગળ હોવાથી, આ ઘટના તેમના માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
- પ્રભાવ: તમારા સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સો વધી શકે છે. પરિવારના સભ્યો કે કાર્યસ્થળના સહકર્મીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે.
- સાવધાની: પ્રોપર્ટી કે જમીન સંબંધિત કોઈપણ મોટો નિર્ણય લેવાનું ટાળો. વાહન વ્યવહાર અને મુસાફરીમાં સતર્કતા જાળવવી. લગ્નજીવનમાં તણાવ કે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
- ઉપાય: દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મસૂર દાળનું દાન કરો.
2. કર્ક રાશિ (Mangal Ast November 2025)
કર્ક રાશિમાં મંગળ નીચનો ગણાય છે, અને અસ્ત થવાથી આ સ્થિતિ વધુ કઠિન બની શકે છે.
- પ્રભાવ: આ સમય દરમિયાન માનસિક તાણ અને આત્મવિશ્વાસની કમી અનુભવાઈ શકે છે. ઘરનું વાતાવરણ અશાંત રહી શકે છે, ખાસ કરીને પુરુષ સભ્યો સાથેના સંબંધોમાં મનદુઃખ થઈ શકે છે.
- સાવધાની: નોકરી અને કરિયર ક્ષેત્રે અવરોધો અથવા મહત્વના નિર્ણયો લેવામાં મૂંઝવણનો અનુભવ થઈ શકે છે.
- ઉપાય: મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા અને મંદિરમાં લાલ ચંદન અર્પણ કરવું શુભ રહેશે.
3. વૃશ્ચિક રાશિ
Mangal Rashi Par Prabhav
વૃશ્ચિક રાશિના સ્વામી પણ મંગળ જ છે, તેથી આ રાશિના જાતકોએ પણ વિશેષ ધ્યાન રાખવું પડશે.
- પ્રભાવ: તમારું ઊર્જા સ્તર ઘટી શકે છે અને નિર્ણય લેવામાં સંકોચ વધી શકે છે. ઉતાવળમાં કરેલો ગુસ્સો કે કાર્ય પસ્તાવાનું કારણ બની શકે છે.
- સાવધાની: જમીન-જાયદાદના કાયદાકીય મામલાઓમાં વિવાદ ટાળવા દસ્તાવેજોની બરાબર ચકાસણી કરવી. પ્રેમ સંબંધોમાં પણ ગેરસમજણ ઊભી થઈ શકે છે.
- ઉપાય: મંગળવારે હનુમાન મંદિરમાં સિંદૂર ચઢાવો અને મંગળના મંત્ર ‘ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः’ નો જાપ કરવો.
આ પણ વાંચો : Sufferance of Hinduism : સહિષ્ણુતા લાંબો સમય ટકાવી રાખવા અસહિષ્ણુતા જરૂરી


