Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : ભાદરવી પૂનમે શક્તિપીઠ બહુચરાજી જવાનો છો ? તો વાંચી લો આ મહત્ત્વનાં સમાચાર

ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આ ફેરફાર કરાયો છે. 7 સપ્ટેમ્બરનાં રોજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે.
mehsana   ભાદરવી પૂનમે શક્તિપીઠ બહુચરાજી જવાનો છો   તો વાંચી લો આ મહત્ત્વનાં સમાચાર
Advertisement
  1. Mehsana માં પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી અંગે મોટા સમાચાર
  2. બહુચરાજી મંદિરમાં પાલખી અને આરતીનાં સમયમાં થયો ફેરફાર
  3. ભાદરવા સુદ પૂનમનાં દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સમયમાં કરાયો ફેરફાર
  4. મંદિર ખુલવાનો સમય સવારે 5 કલાક, સાંજે 6 વાગે મંદિર બંધ કરાશે

Mehsana : ભાદરવા સુદ પૂનમનાં દિવસે મહેસાણા જિલ્લામાં આવેલ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી (Shaktipeeth Bahucharaji) જવાનો જો તમે પ્લાન બનાવી રહ્યો છો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે. કારણ કે, બહુચરાજી મંદિરમાં પાલખી અને આરતીનાં સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આ ફેરફાર કરાયો છે. 7 સપ્ટેમ્બરનાં રોજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ (Lunar Eclipse) છે.

આ પણ વાંચો- ગોંડલમાં Ganesh Chaturthi, શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 11 દિવસ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Advertisement

Advertisement

બહુચરાજી મંદિરમાં પાલખી અને આરતીનાં સમયમાં થયો ફેરફાર

માહિતી અનુસાર, 7 સપ્ટેમ્બરનાં રોજ ભાદરવા સુદ પૂનમ છે. આ દિવસે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજીમાં (Shaktipeeth Bahucharaji) માતાજીની પાલખી અને ભવ્ય આરતી યોજાય છે, જેમાં દૂર-દૂરથી માઈભક્તો દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. જો કે, આ વર્ષે ભાદરવા સુદ પૂનમનાં દિવસે ચંદ્રગ્રહણ હોવાથી પાલખી અને આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંગેની માહિતી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો- Ganesh Chaturthi : સુરત પો. હેડ ક્વાર્ટરમાં શ્રીજી બિરાજમાન, જામનગરમાં વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી

મંગળા આરતી સવારે 6.30 કલાકે યોજાશે, રાજભોગ આરતી સવારે 10.30 કલાકે

પ્રાપ્ત માહિતી મુજબ, ભાદરવા સુદ પૂનમનાં દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 5 કલાકે રહેશે. જ્યારે મંગળા આરતી સવારે 6.30 કલાકે યોજાશે. રાજભોગ આરતી સવારે 10.30 કલાકે અને સાંજની આરતી બપોરે 2.30 કલાકે થશે. માતાજીની પાલખી પૂજા સાંજે 4 થી 4.30 કલાકે યોજાશે. જ્યારે, પાલખી યાત્રા સાંજે 6 વાગે નિજ મંદિરે પરત ફરશે. સાંજે 6 વાગે બહુચરાજી મંદિર બંધ કરવામાં આવશે. આ અંગે માઈભક્તોને નોંધ લેવા જણાવાયું છે.

આ પણ વાંચો- Vadodara : શહેરના પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ, દબદબાભેર શ્રીજી બિરાજ્યા

Tags :
Advertisement

.

×