Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈ ગણેશ ઉત્સવ માટે નવો કિર્તીમાન સ્થાપિત, GSB સેવા મંડળે પંડાલ માટે 474 કરોડની વીમા પોલિસી લીધી

Mumbai ganesh festival કિંગ્સ સર્કલ સ્થિત GSB સેવા મંડળે પોતાના ગણપતિ પંડાલ માટે 474 કરોડ રૂપિયાની વીમા પૉલિસી લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે.
મુંબઈ ગણેશ ઉત્સવ માટે નવો કિર્તીમાન સ્થાપિત  gsb સેવા મંડળે પંડાલ માટે 474 કરોડની વીમા પોલિસી લીધી
Advertisement
  • Mumbai ganesh festival માટે  નવો કિર્તીમાન સ્થાપિત
  • GSB સેવા મંડળે 474 કરોડની વીમા પોલિસી લીધી
  • મુંબઈ ગણેશ ઉત્સવ માટે સૌથી મોટી વીમા પોલિસીનો થયો રેકોર્ડ

મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશજીની સ્થાપનાથી લઇને વિસર્જન સુધી તહેવારની ભવ્ય ઉજવણી કરતા હોય છે. આ વખતે મુંબઈમાં ગણેશ ઉત્સવની ઉજવણી વધુ ખાસ બની ગઈ છે. કિંગ્સ સર્કલ સ્થિત GSB સેવા મંડળે પોતાના ગણપતિ પંડાલ માટે 474 કરોડ રૂપિયાની વીમા પૉલિસી લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પંડાવ હવે શહેરનો સૌથી ધનિક ગણેશ મંડળ બની ગયો છે.

Mumbai ganesh festival   વીમા કવરેજ અને સુરક્ષા
ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા વીમા પોલિસી અંતર્ગત વિવિધ પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે. તેમાં સોના અને ચાંદીની વસ્તુઓનું કવરેજ, વ્યક્તિગત અકસ્માત વીમો, આગ સંબંધિત ઘટનાઓનું કવરેજ અને જાહેર જવાબદારી વીમો સામેલ છે. ગણેશ મહોત્સવમાં ગણેશ પંડલમાં કોઇ નુકસાન ન થાય તે હેતુ માટે ખાસ વીમો લેવામાં આવ્યો છે. ધાર્મિક કાર્યક્રમો અને મંડળના ભવ્ય ઉજવણીને પણ મજબૂત બનાવશે. આ વીમા પોલિસી મુંબઈના ગણેશ ઉત્સવ મંડળોમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો છે.

Advertisement

Advertisement

Mumbai ganesh festival   GSB સેવા મંડળનું મહત્વ
દર વર્ષે, મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે એક ભવ્ય ગણપતિ પંડાલ બનાવવામાં આવે છે, જેનું આયોજન ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળ દ્વારા કરવામાં આવે છે. અહેવાલ મુજબ, આ મંડળને મુંબઈનું સૌથી ધનિક ગણેશ મંડળ માનવામાં આવે છે. આ વખતે, તેના 5 દિવસના ઉત્સવ (7 થી 11 સપ્ટેમ્બર) માટે, મંડળે ₹474.4 કરોડનું રેકોર્ડબ્રેક વીમા કવચ લીધું છે. જો કે, આ માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમની રકમ જાહેર કરવામાં આવી નથી.

Mumbai ganesh festival વીમામાં સામેલ જોખમો
ઉત્સવ વીમો સામાન્ય રીતે ભગવાન ગણેશની મૂર્તિ, સોના-ચાંદીના આભૂષણો, ભક્તોની સલામતી અને અન્ય સંબંધિત જોખમોને આવરી લે છે. GSB સેવા મંડળના કિસ્સામાં, વીમા પ્રીમિયમની ગણતરી બેંક લોકરમાંથી સોનાના આભૂષણો પંડાલમાં લાવવાથી લઈને તહેવાર દરમિયાન સુરક્ષિત રાખવા અને પછી બેંકમાં પાછા જમા કરાવવા સુધીના સમગ્ર સમયગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

Mumbai ganesh festival  ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાનું મહત્વ

આ વીમો માત્ર ધાર્મિક કાર્યક્રમની સલામતી સુનિશ્ચિત કરતો નથી, પરંતુ ઉત્સવમાં સામેલ તમામ સામગ્રી અને ભક્તોની સલામતી માટે વિશ્વસનીય વ્યવસ્થા પણ પૂરી પાડે છે. GSB સેવા મંડળનો આ પ્રયાસ ધાર્મિક કાર્યક્રમોમાં સલામતી અને જોખમ વ્યવસ્થાપન માટે એક ઉદાહરણ બની ગયો છે.

આ પણ વાંચો:     Ganeshchaturthi 2025 : ભગવાન ગણેશજીના પરિવાર વિશે જાણો વિગતવાર

Tags :
Advertisement

.

×