Chaitra Navratriના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા દરમિયાન આ ભૂલ કદી ન કરવી...!!!
- નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજાનું મહત્વ
- પહેલા દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવી
- માતા શૈલપુત્રીનું તપસ્વી સ્વરૂપ ખૂબ જ પ્રેરણાદાયક છે
Ahmedabad: આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન પછી મા શૈલપુત્રીની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે.
Chaitra Navratri ના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર । Gujarat First#ChaitraNavratri #chaitranavratri2025 #Navratri #pavagadh #ambaji #Ahmedabad #gujaratfirst pic.twitter.com/auVDLLlmmZ
— Gujarat First (@GujaratFirst) March 30, 2025
પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના
માતા પાર્વતીને માતા શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમનું વાહન વૃષભ છે. એવી માન્યાતા છે કે જે વ્યક્તિ દેવી શૈલપુત્રીની પૂર્ણ ભક્તિ અને વિધિ મુજબ પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે વ્યક્તિને તેના જીવનની મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે.
માતા શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત, સરળ, નમ્ર અને દયાળુ છે. માતાનું સ્વરૂપ દિવ્ય અને આકર્ષક છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જે તેમના અદ્ભુત અને શક્તિશાળી સ્વરૂપનું પ્રતીક છે. માતા શૈલપુત્રીનું તપસ્વી સ્વરૂપ ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમણે કઠોર તપસ્યા કરી છે અને બધા જીવોની રક્ષક છે.
બનાસકાંઠાના અંબાજીમાં ઘટસ્થાપના વિધિ કરાઈ
ભટ્ટજી મહારાજ દ્વારા વિધિવત રીતે પૂજા શરૂ કરાઈ
પૂજામાં ભૂપેન્દ્રભાઈ પટેલના પત્ની પણ જોડાયા
અંબાજીની આરાધના કરવા મંદિરમાં પહોંચ્યા હતા
સરસ્વતી નદીના જળ થી થાય છે આ પવિત્ર વિધી#Gujarat #Ambaji #Ghatasthapana #Navratri #BhupendraPatel… pic.twitter.com/Stf6RYGaEq— Gujarat First (@GujaratFirst) March 30, 2025
આ પણ વાંચોઃ Rashifal 30 march 2025 : નવરાત્રિના પહેલા દિવસે દુરુધ્રુ યોગનો શુભ સંયોગથી આ રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે
માતા શૈલપુત્રી અને મૂલાધાર ચક્ર
માતા શૈલપુત્રીની યોગ્ય રીતે કરવામાં આવેલ પૂજા અર્ચના સાધકના મૂલાધાર ચક્ર જાગૃત કરવામાં પણ મદદરૂપ થાય છે. મૂલાધાર ચક્ર આપણા શરીરનું ઊર્જા કેન્દ્ર છે. જે આપણને સ્થિરતા, સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ ચક્રના જાગૃત થવાથી જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.
કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો
દેવી ભાગવત પુરાણમાં માતા શૈલપુત્રીની પૂજા કરવાની પદ્ધતિ વિગતવાર આપવામાં આવી છે. શારદીય નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેમાં સૌથી પહેલું છે સ્ત્રોત અને મંત્ર ઉચ્ચારણ. વિધિવત રીતે ઘટસ્થાપના થઈ ગયા બાદ માતા શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ, વંદે વંચિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરમ્, વૃષારુધ શૂલધારા શૈલપુત્રી યશસ્વિનીમ્, અથવા દેવી સર્વભૂતેષુ માતા શૈલપુત્રી રૂપેણા સંસ્થા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ મંત્રનો જાપ કરો. બીજું છે કે પૂજાના સ્થાનને પૂજા શરૂ કરતા અગાઉ ગંગાજળથી સ્વચ્છ કરો. માતાજીની પૂજા સમયે શુદ્ધ ઘીના દીવાની સંખ્યા 5 હોવી જોઈએ. સંધ્યા સમયે પૂજા કરતી વખતે ખાસ ચોઘડિયામાં જ પૂજા કરવી જોઈએ.
માતા શૈલપુત્રીને ચઢાવો શ્વેત પ્રસાદ
શાંતિ અને પવિત્રતાના પ્રતીક એવા મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું વિશેષ મહત્વ છે. માતા શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવી જરૂરી છે. માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અર્પણ કરો. પૂજા દરમિયાન માતાને ખીર, ખાજા અથવા સફેદ લાડુ જેવી શ્વેત મીઠાઈઓનો ભોગ ચઢાવો. દૂધ અને દહીં જેવી અન્ય સફેદ રંગની વસ્તુઓ પણ આપી શકાય છે.
આ પણ વાંચોઃ Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ


