Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શરદ પૂર્ણિમાની રાત્રે આ મંત્રોથી માતા લક્ષ્મીજીની કરો ખાસ પૂજા, સુખ-સમુદ્વિમાં થશે વધારો

Sharad Purnima: શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રાત ખાસ કરીને માતા લક્ષ્મીને સમર્પિત છે.
શરદ પૂર્ણિમાની રાત્રે આ મંત્રોથી માતા લક્ષ્મીજીની કરો ખાસ પૂજા  સુખ સમુદ્વિમાં થશે વધારો
Advertisement
  • Sharad Purnima ને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે
  • આ રાત્રે કરો માતા લક્ષ્મીજીની ખાસ આરાધના
  • શરદ પૂર્ણિમાની રાત્રે વિશેષ રૂપે મંત્રોના જાપ કરવાની પરંપરા છે

શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રાત ખાસ કરીને માતા લક્ષ્મીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન સમયે આ જ દિવસે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા, તેથી આ દિવસને તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રાત્રે ચંદ્રમાના સંપૂર્ણ પ્રકાશમાં ચારેય તરફ શુભ ઊર્જાનો પ્રવાહ વહેતો હોવાનું માનવામાં આવે છે. લોકો ઘરોની સફાઈ કરીને, દીવા પ્રગટાવીને અને ફૂલોથી સજાવટ કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.

Sharad Purnima ની રાત્રે કરો આ મંત્રોનો જાપ

શરદ પૂર્ણિમાની રાત્રે વિશેષ રૂપે મંત્રોના જાપ કરવાની પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રાત્રે માતા લક્ષ્મીના મંત્રોનું ઉચ્ચારણ કરવાથી ઘરમાં સુખ, ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. મંત્ર જાપ કરતી વખતે મનને શુદ્ધ અને ભાવનાઓને સાચી રાખવી જરૂરી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ રાત્રે જાગરણ (રાત્રિ જાગરણ) કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા (પોઝિટિવ એનર્જી) વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે.

Advertisement

 Sharad Purnima ના મુખ્ય લક્ષ્મી મંત્રો

માતા લક્ષ્મી અને ધનલાભ માટે આ રાત્રે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે:

Advertisement

1. ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः: આ મંત્રનો જાપ ચંદ્રમાને જોતાં કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.

2. ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धन धान्याधिपतये: આ મંત્રના જાપથી માતા લક્ષ્મીની સાથે કુબેર દેવતા પણ પ્રસન્ન થાય છે. જે ઘરમાં ધન અને સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે.

3. ॐ श्रीं लक्ष्मी महामहालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा: આને લક્ષ્મી મહામંત્ર માનવામાં આવે છે, જે પરિવારમાં ખુશહાલી, ઉન્નતિ અને ધન લાભ કરાવે છે.

આ પણ વાંચો:   Positive Energy : આ વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા મળશે, તમે જાતે અનુભવ કરો

Tags :
Advertisement

.

×