Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતીકાલે 26 માર્ચે સિદ્ધિ યોગમાં ભગવાન Ganeshની કઈ રાશિ પર થશે વિશેષ કૃપા ? જાણો વિગતવાર

આવતીકાલે 26 માર્ચ-બુધવાર અને ચૈત્ર મહિનાની દ્વાદશી તિથિ છે. જેમાં સિદ્ધિ યોગનો ખાસ સંયોગ છે. મકર રાશિ પછી ચંદ્રનું ગોચર પણ કુંભ રાશિમાં થવાનું છે. જેથી સુનાફ નામનો યોગ પણ બનશે. આવતીકાલે મિથુન, કન્યા, સિંહ, વૃશ્ચિચ અને ધનુ જેવી 5 રાશિઓ પર ભગવાન ગણેશની કૃપાનો વિશેષ લાભ મળશે.
આવતીકાલે 26 માર્ચે સિદ્ધિ યોગમાં ભગવાન ganeshની કઈ રાશિ પર થશે વિશેષ કૃપા   જાણો વિગતવાર
Advertisement
  • મિથુન રાશિના જાતકોને લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધવામાં મદદ મળશે
  • સિંહ રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિનો દિવસ રહેશે
  • કન્યા રાશિના જાતકો માટે તેમની બુદ્ધિ અને કાર્યક્ષમતા દ્વારા લાભદાયક રહેશે
  • વૃશ્ચિક રાશિના જાતકોને મહત્વના નિર્ણયો અને યોજનાઓથી ફાયદો થશે
  • ધન રાશિના જાતકો માટે આવતીકાલ લાભ અને પ્રગતિની તક લઈને આવશે

Ahmedabad: આવતીકાલે ચૈત્ર મહિનાની દ્વાદશી તિથિ છે. દિવસના સ્વામી ભગવાન ગણેશ અને તિથિના સ્વામી ભગવાન શિવ હશે. ઉપરાંત આવતીકાલે મકર રાશિ પછી ચંદ્રનું ગોચર પણ કુંભ રાશિમાં થવાનું છે, જેના કારણે આવતીકાલે સુનાફ નામનો યોગ થવાનો છે. નક્ષત્રોની વાત કરીએ તો આવતીકાલે શુભ ધનિષ્ઠા નક્ષત્રનો પ્રભાવ રહેશે. આ સ્થિતિમાં આવતીકાલે બુધવારે 26મી માર્ચના રોજ મિથુન, કન્યા, સિંહ, વૃશ્ચિચ અને ધનુ જેવી 5 રાશિઓના જાતકોને મળશે સિદ્ધિ વિનાયકની કૃપાનો મળશે વિશેષ લાભ.

Advertisement

મિથુન રાશિઃ

આવતીકાલે 26 માર્ચે મિથુન રાશિના જાતકોને લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધવામાં મદદ મળશે. ગણેશજીના આશીર્વાદથી આપને આવતીકાલે સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળશે. તમને વરિષ્ઠ લોકોનો સહયોગ અને માર્ગદર્શન પણ મળશે. તમારા ઘરમાં કોઈ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમને તમારા માતા-પિતાનો પણ સહયોગ મળશે. તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે.

Advertisement

સિંહ રાશિઃ

આવતીકાલે 26 માર્ચે સિંહ રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિનો દિવસ રહેશે. તમે જે પણ ક્ષેત્રમાં પ્રયાસ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈ નવી યોજના અને પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. તમારા પ્રભાવ અને બહાદુરી જોઈને તમારા વિરોધીઓ શાંત રહેશે અને તમને અધિકારીઓ તરફથી કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આવતીકાલ તમારા માટે કેટલાક આશ્ચર્ય લઈને આવશે જે તમને ખુશ પણ કરશે. પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ, આવતીકાલનો દિવસ તમારા માટે સુખદ અને પ્રોત્સાહક રહેશે. તમે તમારા બાળકોની સફળતાથી ખુશ થશો.

આ પણ વાંચોઃ  Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ

કન્યા રાશિઃ

આવતીકાલનો દિવસ કન્યા રાશિના જાતકો માટે તેમની બુદ્ધિ અને કાર્યક્ષમતા દ્વારા લાભદાયક રહેશે. આવતીકાલે તમને સર્જનાત્મક કાર્યોમાં વિશેષ સફળતા મળશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને તેઓ પોતાનું કાર્ય સક્રિય રીતે કરી શકશે. આવતીકાલ તમારા માટે કાર્યસ્થળ પર કેટલીક નવી તકો લઈને આવશે. તમે લાંબા ગાળાના રોકાણો દ્વારા આવતીકાલે પણ કમાણી કરી શકો છો. સારી વાત એ છે કે આવતીકાલે તમને તમારા પ્રયત્નો કરતાં વધુ સફળતા મળશે અને તમને શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળશે.

વૃશ્ચિક રાશિઃ

વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલે 26 માર્ચે મહત્વના નિર્ણયો અને યોજનાઓથી ફાયદો થશે. નોકરીમાં તમને વરિષ્ઠ સાથીદારોનો સહયોગ અને લાભ મળી શકશે. જો તમારું કામ વિદેશ સાથે સંબંધિત છે, તો તમને તેમાં ખાસ સફળતા મળશે. તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય જે લાંબા સમયથી અટકી ગયું હતું તે પૂર્ણ થઈ શકે છે. એકાઉન્ટિંગ અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આવતીકાલે વિશેષ લાભ મળી શકશે. તમારા પારિવારિક જીવનમાં સુમેળ રહેશે.

ધન રાશિઃ

ધન રાશિના જાતકો માટે આવતીકાલ લાભ અને પ્રગતિની તક લઈને આવશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને આવતીકાલે તેમના પ્રયત્નોમાં સફળતા મળશે. તમને તમારા કાર્યસ્થળમાં પણ મોટી તક મળી શકે છે. તમને કોઈ પ્રભાવશાળી અને વરિષ્ઠ વ્યક્તિ તરફથી સહયોગ અને માર્ગદર્શન મળશે. તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. ભગવાન ગણેશજીએ તમને ખૂબ આશીર્વાદ આપશે છે કે જેથી આપના હાથે કોઈ શુભ કાર્ય થઈ શકે છે.

આ પણ વાંચોઃ  ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ

Tags :
Advertisement

.

×