Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paryushan : આજથી જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની શરૂઆત

આજે 20 ઓગસ્ટથી જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણ (Paryushan) ની શરૂઆત થઈ રહી છે. આ મહાપર્વ 28 ઓગસ્ટ સુધી ચાલશે. વાંચો વિગતવાર.
paryushan   આજથી જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણની  શરૂઆત
Advertisement
  • જૈનોના પવિત્ર મહાપર્વ Paryushan ની આજથી શરૂઆત
  • 20 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે પર્વ
  • પર્યુષણ દરમિયાન માંસ-મટનના વેચતી દુકાનો બંધ રાખવા જૈન સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી છે

Paryushan : આજે 20 ઓગસ્ટથી જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણ (Paryushan) ની શરૂઆત થઈ રહી છે. આ મહાપર્વ 28 ઓગસ્ટ સુધી ચાલશે. દર વર્ષે શ્રાવણ વદ બારસથી શરૂ થતા આ પર્વના 7 દિવસ સાધના અને તપમાં વિતાવાય છે, જ્યારે આઠમો દિવસ સંવત્સરી એટલે કે ક્ષમા આપવાના દિવસ તરીકે ઓળખાય છે. આ અવસર પર નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીની ભીડ ઉપાશ્રય અને દેરાસરમાં ઉમટી પડે છે.

Paryushan નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ 2025 માં 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે. આ દિવસો દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખેથી કલ્પસૂત્ર, બારસા સૂત્ર જેવા પવિત્ર ગ્રંથોનું શ્રવણ, સવારે વ્યાખ્યાન, બપોરે દેવવંદન, બંને સમય પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજીની આંગી રચના થાય છે. 8 દિવસ દરમિયાન દેરાસરોને ફૂલો અને ડીઝાઈનર લાઈટોથી શણગારવામાં આવે છે. આંગી પણ સોના-ચાંદી, હીરા-માણેકથી કરવામાં આવે છે. આ દિવસોમાં અનેક શ્રાવકો ધંધા-રોજગાર બંધ રાખે છે અને બહારગામ જવાનું પણ ટાળે છે. આ પર્વને જૈન સમાજના 12 મહિનાના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે.

Advertisement

Paryushan Gujarat First-20-08-2025-

Paryushan Gujarat First-20-08-2025-

Advertisement

આ પણ વાંચોઃ Radhashtami 2025 : જન્માષ્ટમી જેટલું જ મહત્વ છે રાધાષ્ટમીનું, જાણો આ વર્ષે કયા દિવસે ઉજવાશે આ પર્વ ?

જૈન સંગઠનોની રજૂઆત

જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ 2025 માં 20 ઓગસ્ટ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે. આ પવિત્ર દિવસો દરમિયાન માંસ-મટનના વેચાણ કરતી દુકાનો બંધ રાખવા જૈન સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી છે. જૈન સમાજની માગણીને સરકારે સમર્થન આપ્યુ છે. ગુજરાત સરકારના જાહેરનામાનો અમલ થાય તેવી માગ પણ કરાઈ છે.

આ પણ વાંચોઃ Rashifal 20 August 2025 : આજે રચાતા સામ યોગમાં આ રાશિ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે

Tags :
Advertisement

.

×